Aapnu Gujarat
Uncategorized

ગુજરાત કિસાન સભા દ્વારા જો સરકાર ખેત સુધારા પાછા ન ખેંચે તો દિલ્હી ચલોનો નારો…..

કેન્દ્ર સરકાર એક પછી એક ક્ષેત્રો મોટા ગણ્યા ગાંઠ્યા મોટા ઉદ્યોગપતિઓને સોંપવાના પગલા ભરી રહી છે. ખેતી પણ મોટા ઉદ્યોગપતિઓને હવાલે કરવા માટે ત્રણ જેટલા ખેડુતને લગતા કાયદાનાં સુધારા કર્યા છે. માર્કેટિંગ યાર્ડને તાળા મારવાના, ઉદ્યોગપતિઓ દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગની છુટ આપતા તથા આવશ્યક સેવા જાળવણી ધારો રદ કરવા – ઉદ્યોગપતિઓ જબ્બર સંગ્રહખોરીથી મોંઘવારી સર્જન થાય તેવા આ કાયદા સુધારા સામે ખેડુતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તેને દબાવવા સરકાર ખેડૂતો ઉપર લાઠી ચાર્જ – ટીયર ગેસ – વોટર કેનનનો ઉપયોગ કરીને દમન ગુજારી રહી છે. ગુજરાતમાં ખેડૂતોએ પણ ખેડૂત આંદોલનને સમર્થન આપેલ છે અને ૧૫૦થી વધુ ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાતના સીટુ સહિતના શ્રમજીવી સંગઠનોએ પણ ખેડૂત આંદોલનને સમર્થ કરી આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી છે.
ઈલેક્ટ્રી સિટી એક્ટમાં પણ સરકારે સુધારો કર્યો છે જેનાથઈ વિજળી ઉત્પાદન – વિતરણનું ખાનગીકરણના દરવાજા ખોલાયા છે તેનાથી ઉદ્યોગ – રહેણાંક અને ખેડૂતો માટે વિજળી મોંઘી થશે.
આજરોજ સીટુ, ગુજરાત કિસાન સભા,ડી.વાય.એફ.આઈ., જનવાદી મહિલા સિમિતિ દ્વારા ખેડુત આંદોલનને સમર્થન જાહેર કરી, ખેડૂત વિરોધી કાયદા પાછા ખેંચવા – શ્રમકાનુન પાછા ખેંચવા, નવી ઈલેક્ટ્રીસિટી એક્ટમાં સુધારા પાછા ખેંચવા અને ખેડૂત ઉપર દમન બંધ કરી નાગરિકના બંધારણીય લોકશાહી અધિકાર રક્ષા કરવાની માંગણી સાથે દેખાવો યોજ્યા છે તથા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર રજુ કરાયું છે.

Related posts

કોરોનાની ત્રીજી લહેર અંગે અમદાવાદના તબીબો ચિંતિત

editor

તૃણમૂલ ધારાસભ્યની હત્યા મુદ્દે મુકુલ રોયની સામે કેસ

aapnugujarat

પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી તથા ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ

editor

Leave a Comment

UA-96247877-1