Aapnu Gujarat
Uncategorized

જામનગર માર્કેટ યાર્ડમાં માત્ર બે કલાકમાં ૪૦ હજાર ગુણીની મગફળીની રેકોર્ડ બ્રેક આવક

જામનગર માર્કેટીગ યાર્ડમાં ગુજરાતમાં સોથી વધુ મગફળીના ભાવો ઉચાયા હતા. યાર્ડમાં કલાકોમાં ૪૨૫ ખેડૂતો પોતાની મગફળીના વાહનો સાથે આવ્યા હતા. અને સવારે માત્ર બે કલાકમાં ૪૦ હજાર ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવતા હાપા યાર્ડ મગફળીથી છલકાય ગયું હતું. મગફળીની વ્યાપક આવકને ધ્યાને રાખીને યાર્ડમાં મગફળીની આવકને બંધ કરવી પડી છે. જો કે મગફળીની હરરાજીનું કામકાજ ચાલુ છે. જામનગર જીલ્લામાં સારા વરસાદને લીધે મગફળીનું ઉત્પાદન સારું થયું છે.બીજી તરફ જામનગર માર્કેટીગ યાર્ડમાં રાજ્યમાં સોથી વધુ ભાવ મગફળીના ખેડૂતોને ખુલ્લા બજારમાં મળી રહ્યા છે. જેથી જીલ્લા બહારના ખેડૂતો પણ પોતાની મગફળીના વેચાણ અર્થે જામનગર ખેત ઉત્પાદન બજાર સમિતિ હાપામાં આવતા થયા છે.યાર્ડમાં માત્ર બે કલાકમાં ૪૨૫ ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી ભરીને આવ્યા હતા. જેનાથી યાર્ડમાં ૪૦ હજાર ગુણી મગફળીની આવક નોધાઇ છે. આવક મગફળીની વ્યાપક આવકને ધ્યાને રાખીને માર્કેટીગ યાર્ડ સતાધીશો દ્રારા મગફળીની આવક બંધ કરવાની જાહેરાત કરી છે. મગફળીની આવક બંધ કરી છે. પરંતુ યાર્ડમાં મગફળીની હરરાજીની પ્રક્રિયા ચાલુ રહેશે તેમજ મગફળીના નિકાલ બાદ મગફળીની આવક ફરી ચાલુ કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

માલગાડીની હડફેટે આવતા ત્રણ સિંહોના મોત

aapnugujarat

ગજબની એવી વસ્તુઓ છે જે પાણીની અંદરથી મળી આવી- જુઓ વિડિયો

aapnugujarat

ભાવનગરની શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1