Aapnu Gujarat
ગુજરાત

ધોરાજી ખાતે હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીનો ઉર્ષ ઉજવાયો

ધોરાજી ખાતે સફુરા નદીના કિનારે આવેલું હિન્દુસ્તાનનું વિશ્વ વિખ્યાત ધાર્મિક સ્થળ અને કોમી એકતાનું પ્રતીક ગણાતા હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ઉર્ષ એ ખાસની ઉજવણી કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઇન મુજબ સાદગીપૂર્વક કરવામાં આવી હતી. ખાદીમ મર્હુમ હબીબ મિયા અબુ મિયા સૈયદ ના ફરજંદ અને હજાર મુજાવાર સૈયદ રજાક મિયા હબીબ મિયા સૈયદ મજીદ મિયા હબીબ મિયા અને સૈયદ ફારુક મિયા હબીબ મિયા સૈયદ ઇમરાન મિયા હબીબ મિયા સૈયદ કરીમ મિયા હબીબ મિયાની ઉપસ્થિતિમાં બે ગજની દૂરી અને માસ્ક સહિત સેનેટાઈઝિંગ સહિતની સુવિધા સાથે ઉર્ષ એ ખાસની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી. ખાદીમ દ્વારા ખ્વાજા સાહેબના દરબારમાં સલાતો સલામ બાદમાં સજરા શરીફ અને ખાસ કરીને દેશ દુનિયામાં ચાલી રહેલ કોરોના જેવી મહમારી દૂર થાય માટે દુઆ કરવામાં આવી હતી અને કુલ શરીફની રસમ સાથે ઉર્ષ એ ખાસની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

રેલવેનું કામ ચાલતુ હોવાથી પલાસવાડા ક્રોસિંગ ૩ ડિસેમ્બર સુધી બંધ રહેશે

editor

અંબાજીમાં ૨૦ લાખથી વધુ ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમાર અને પોલીસ નિરીક્ષકશ્રી સંદિપ પાટીલનું આગમન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1