Aapnu Gujarat
બ્લોગ

અલવિદા અહેમદ પટેલ : તાલુકા અધ્યક્ષથી સોનિયા ગાંધીના સલાહકાર સુધી

કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલનું નિધન થયુ છે. અહેમદ પટેલ એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. તે બાદ તેમની સારવાર ચાલતી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્‌વીટ કરીને કહ્યુ કે, તેમના પિતા અહેમદ પટેલનું આજ સવારે ૩ વાગીને ૩૦ મિનિટ પર નિધન થયુ છે. જાણકારી અનુસાર અહેમદ પટેલની ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. આ હોસ્પિટલમાં જ તેમનું નિધન થયુ છે.
અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર હતા. તે દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષને લાંબા સમયથી સલાહ આપી રહ્યા હતા. અહેમદ પટેલને કારણે જ સોનિયા ગાંધી ભારતીય રાજકારણમાં પોતાનું પ્રભુત્વ જમાવી શક્યા હતા. પોતાના વડાપ્રધાન પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ તે આટલી મોટી પાર્ટી સંભાળી શક્યા, નરસિમ્હા રાવ જેવા નેતાઓ સાથે સબંધ બગડ્યા છતા પાર્ટીમાં તે બન્યા રહ્યા. આજે પણ કોંગ્રેસ રાહુલ ગાંધી અથવા બીજા કોઇ નેતાથી વધુ સોનિયા ગાંધી પર નિર્ભર છે. સોનિયા ગાંધીની આ સફર પાછળ અહેમદ પટેલનો મોટો હાથ છે. અહેમદ પટેલ ઇન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં જ્યારે ઇન્દિરા ગાંધીને પણ પાસુ પલટાવવાની આશંકા હતી ત્યારે આ અહેમદ પટેલ જ હતા જે તેમણે પોતાની વિધાનસભા બેઠક પર મીટિંગ કરવા માટે તૈયાર કર્યા હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસનો ખરાબ રીતે પરાજય થયો ત્યારે ગુજરાતે કઇક શાખ બચાવી હતી. અહેમદ પટેલ તે ગણતરીના લોકોમાંથી એક હતા જે સંસદ પહોચ્યા હતા. ૧૯૮૦ની ચૂંટણીમાં વાપસી બાદ જ્યારે ઇન્દિરા ગાંધીએ અહેમદ પટેલને કેબિનેટમાં સામેલ કરવા માંગ્યા તો તેમણે સંગઠનમાં કામ કરવાને પ્રાથમિકતા આપી હતી.
પહેલા ઇન્દિરા ગાંધી અને પછી રાજીવ ગાંધી. રાજીવ ગાંધીએ પણ ૧૯૮૪ની ચૂંટણી બાદ અહેમદ પટેલને મંત્રી પદ આપવા માંગતા હતા પરંતુ અહેમદ પટેલે ફરી પાર્ટીને પસંદ કરી હતી. રાજીવ ગાંધીના રહેતા તેમણે યૂથ કોંગ્રેસનું નેશનલ નેટવર્ક તૈયાર કર્યુ, જેનો સૌથી વધુ ફાયદો સોનિયા ગાંધીને થયો હતો. અહેમદ પટેલના ટીકાકાર કહે છે કે તે આજે જે પણ છે, ગાંધી પરિવાર પ્રત્યે પોતાની ના ડગનારી નિષ્ઠાને કારણે જ છે, જેની પર કોઇ સવાલ નથી ઉઠાવી શકતું. અહેમદ પટેલના રાજીવ ગાંધી સાથેના મતભેદ ગમે તેવા રહ્યા હોય પરંતુ તે રાજીવને કેટલા એડમાયર કરતા હતા, તેની પર કોઇ શંકા નથી.
પોલિટિકલ કરિયરઃ તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધી
ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે. અહેમદ પટેલે પોતાની પ્રથમ ચૂંટણી ૧૯૭૭માં ભરૂચથી લડી હતી, જેમાં તે ૬૨,૮૭૯ મતથી જીત્યા હતા. ૧૯૮૦માં ફરી તેમણે અહીથી ચૂંટણી લડી અને આ વખતે ૮૨,૮૪૪ મતથી જીત્યા હતા. ૧૯૮૪માં પોતાની ત્રીજી લોકસભા ચૂંટણીમાં તેમણે ૧,૨૩,૦૬૯ મતથી જીત મેળવી હતી. ૮૦ અને ૮૪, બન્ને ચૂંટણીમાં જનતા પાર્ટીના ચંદુભાઇ દેશમુખ બીજા નંબર પર રહ્યા હતા. ૧૯૯૩થી અહેમદ પટેલ રાજ્યસભા સાંસદ છે અને ૨૦૦૧થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.
આ સિવાય ૧૯૭૭થી ૧૯૮૨ સુધી અહેમદ પટેલ ગુજરાતની યૂથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા છે. સપ્ટેમ્બર ૧૯૮૩થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી તે ઓલ ઇન્ડિયા કોંગ્રેસકમિટીના જોઇન્ટ સેક્રેટરી રહ્યા છે. ૧૯૮૫માં તે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા, આ સિવાય અરૂણ સિંહ અને ઓસ્કર ફર્નાન્ડિસ પણ રાજીવ ગાંધીના સંસદીય સચિવ હતા. સપ્ટેમ્બર ૧૯૮૫થી જાન્યુઆરી ૧૯૮૬ સુધી અહેમદ પટેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષના પદથી કરિયર શરૂ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી ૧૯૮૬માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, જે તે ઓક્ટોબર ૧૯૮૮ સુધી રહ્યા. ૧૯૯૧માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને કોંગ્રેસ વર્કિગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
૧૯૯૬માં અહેમદ પટેલને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જોકે, વર્ષ ૨૦૦૦માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જોર્જ સાથે ટકરાવ થયા બાદ આ પદ તેમણે છોડી દીધુ હતું અને આવતા વર્ષે જ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બની ગયા. સંગઠનમાં આ પદો સિવાય તે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી, માનવ સંસાધન મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલયની મદદ માટે બનાવવામાં આવેલી કમિટીના સભ્ય પણ રહી ચુક્યા છે. ૨૦૦૬થી તે વકફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય છે. અહેમદ પટેલ ગુજરાત યૂથ કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ રહ્યા છે તો અહેસાન જાફરી બીજા એવા મુસ્લિમ હતા જેમણે ગુજરાતથી લોકસભા ચૂંટણી જીતી હતી. અહેસાન જાફરીની ૨૦૦૨ ગુજરાત રમખાણમાં હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ બજરંગ દળ પર લાગ્યો હતો.
અહેમદ પટેલને ૧૦ જનપથના ચાણક્ય પણ કહેવામાં આવે છે. તે કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી પછી નંબર-૨ ગણાતા હતા. ઘણી તાકાતવર અસર બતાવનારા અહેમદ પટેલ લો-પ્રોફાઇલ રહે છે અને દરેક કોઇ માટે સિક્રેટિવ છે. ગાંધી પરિવાર સિવાય કોઇને નથી ખબર કે તેમના મગજમાં શું ચાલે છે. અહેમદ પટેલનો પ્રયાસ રહે છે કે દિલ્હી અને દેશની મીડિયામાં તેમની જરા પણ પ્રોફાઇલ ના હોય. તે ક્યારેય ટીવી ચેનલ પર જોવા નહતા મળતા પરંતુ તેમના સમાચાર કંટ્રોલ કરવાનો આરોપ લાગતો રહેતો હતો. ગાંધી પરિવાર અને વડાપ્રધાન સાથે સતત મળતા રહેવાને કારણે અહેમદ પટેલની તસવીરો વધુ નથી.
કોંગ્રેસના એક સીનિયર જણાવે છે કે કોંગ્રેસમાં ઉઠવા માટે અહેમદ પટેલ સાથે સારા સબંધ જરૂરી છે, તમે તેમના દુશ્મન નથી બની શકતા. જ્યારે કોંગ્રેસી નેતાઓએ સાર્વજનિક સ્ટેજ પરથી પાર્ટીની ટિકા કરી હોય પરંતુ અહેમદ પટેલ સાથે વાત થયા બાદ તે સ્પષ્ટતા આપવા લાગ્યા હતા. કોઇ અહેમદ પટેલની બેડ બુકમાં રહેવા નથઈ માંગતો. ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે પાર્ટીની બેઠકોમાં સોનિયા ગાંધી જ્યારે પણ એમ કહેતા કે તે વિચારીને બતાવશે, તો માની લેવામાં આવતુ કે તે અહેમદ પટેલની સલાહ લઇને નિર્ણય કરશે. અહીં સુધી કે યુપીએ ૧ અને ૨ના ઘણા બધા નિર્ણય અહેમદ પટેલની સહમતિ બાદ લેવામાં આવ્યા હતા. કોંગ્રેસની ટોપ લીડરશિપમાં તેમણે ‘ક્રાઇસિસ મેન’ માનવામાં આવતા હતા.
નરેન્દ્ર મોદીનો અહેમદ પટેલ સાથે અલગ સબંધ રહ્યો છે. ૨૦૧૨ની ચૂંટણી રેલીમાં નરેન્દ્ર મોદી તેમનો ઉલ્લેખ કરતા ‘અહેમદ મિયાં પટેલ’ કહે છે. બાદમાં મોદીએ કહ્યુ કે તેમણે મિયાં સમ્માનમાં કહ્યુ હતું પરંતુ કહેનારા કહે છે કે તે કટાક્ષમાં કહ્યુ હતું. ઇશારો એ હતો કે કોંગ્રેસ એક મુસ્લિમને મુખ્યમંત્રી બનાવશે. તે અહેમદ પટેલને પોતાનો મિત્ર ગણાવતા કહે છે કે તે તેમણે ‘બાબુ ભાઇ’ના નામથી બોલાવતા હતા. નરેન્દ્ર મોદી કહે છે કે કોઇ જમાનામાં તે અને અહેમદ પટેલ સારા મિત્ર હતા. એક બીજાના ઘરે આવવા જવાનું રહેતુ હતું. નરેન્દ્ર મોદી દુખ વ્યક્ત કરે છે કે હવે અહેમદ પટેલ તેમનો ફોન પણ નથી ઉઠાવતા.

Related posts

અનામત આંદોલનથી શરૂ થયેલી વાત થપ્પડ સુધી પહોંચી

aapnugujarat

વણજારા સંસ્કૃતિની જૂની જાહોજલાલી સાવ આથમી ગઈ

aapnugujarat

तालिबान के साथ अटपटा समझौता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1