Aapnu Gujarat
Uncategorized

ભાવનગરની શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

વર્ષ ૧૯૩૨માં સ્થપાયેલી શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના નવનિર્મિત ભવન અને સંસ્થાના નવા વિભાગોનું લોકાર્પણ તેમજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી આજે ભાવનગર શહેરની મધ્યમાં આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં નવી દૃષ્ટિનું તેજ વિશિષ્ટ પ્રદર્શનનું ઉદઘાટન ભાવનગર સ્ટેટ રાજવી પરિવારના યુવરાજ સાહેબ શ્રી જયવીર રાજસિંહજી ગોહિલના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સહભાગી મુખ્ય દાતાઓ અતિથિઓ ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ અંધશાળાના નવોદય તમામ વિભાગો લોકોને જોવા ખુલ્લા મુકાયા હતા. આજે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દૃષ્ટિનું તેજ વિશિષ્ટ પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું જેમાં અંધ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ લોકો દંગ રહી ગયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગરના વિવિધ અગ્રણીઓ તથા અંધશાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી, મહેશભાઈ પાઠક, કિર્તીભાઈ શાહ મુંબઈ, પંકજભાઈ ત્રિવેદી, હસમુખભાઈ ઘોરડા વિવિધ લોકો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ યુટ્યુબ તથા ફેસબુક ઉપર લાઈવ પ્રોગ્રામ યોજાયો હતો.
(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

aapnugujarat

જામનગરમાં વાડીએથી ઘરે જતા યુવકની હત્યા

aapnugujarat

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો

editor

Leave a Comment

UA-96247877-1