Aapnu Gujarat
Uncategorized

આઈએનએસ વિરાટ ભાવનગર પહોંચ્યું

દેશનું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ પોતાના અસ્તિત્વની અંતિમ સફરે ભાવનગર ખાતે આવી પહોંચ્યું છે. જહાજને ૨૮મીએ મોટી ભરતીમાં અલંગ ખાતે પ્લોટ નંબર ૯માં બીચ કરવામાં આવશે. આઈએનએસ વિરાટ જહાજ ભારતીય નૌસેનાનું પ્રસિદ્ધ જહાજ હતું અને આ એરક્રાફ્ટ શિપ કારગિલ શ્રીલંકા સામેના યુદ્ધમાં મહત્વનું સાબિત થયું હતું. ભારતીય સેનાના ગૌરવસમુ આ જહાજ અલંગના દરિયા કિનારે નામશેષ થવા જઈ રહ્યું છે. આ જહાજમાં યુદ્ધને લગતી આંતરિક મશીનરીઓ, જહાજનું મશીન કાઢી લેવામા આવ્યું છે. જહાજને મુંબઈથી ટગ દ્વારા અલંગ અને ભાવનગરના બંદરે એકરેજ પોઈન્ટ પર ખેંચી લાવવામાં આવ્યું છે. જહાજની કસ્ટમની તપાસ સહિતની સરકારી પ્રક્રિયાઓ આજથી હાથ ધરવામાં આવશે. અલંગના બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર ૯ શ્રીરામ ગ્રીન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ મુકેશ પટેલ દ્વારા આ ઐતિહાસિક જહાજ વિરાટ લાવવામાં આવ્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો કાંધ આપવા સગાઓ પણ નથી ફરકતા

editor

ભાજપ મારી સામે કાનૂની કાર્યવાહીની તૈયારી કરે છે : હાર્દિક

aapnugujarat

જામનગરમાં જીઆઈડીસી વિસ્તારના ગૌશાળામાં આગ

editor

Leave a Comment

UA-96247877-1