Aapnu Gujarat
Uncategorized

ભાજપ મારી સામે કાનૂની કાર્યવાહીની તૈયારી કરે છે : હાર્દિક

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ભાજપની સરકાર તેમના વિરુદ્ધ હવે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે પરંતુ તે ડર્યા વગર પોતાનું આંદોલન ચાલુ રાખશે. હાર્દિકે આ નિવેદન ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટિ્‌વટ કરીને આજે કર્યું છે. તેણે કહ્યું કે, ભાજપ મારી સામે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. ભલે કોઇ વાંધો નહીં પણ હું પાછળ નહીં હટુ. લોકો માટે મારી લડાઈ ચાલુ રાખીશ. તેણે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક સબળ વિપક્ષના રુપમાં ઉભરી આવ્યું છે. આપણે એ જોવું જોઇએ કે, વિપક્ષની ભૂમિકા ભજવતા કોંગ્રેસ કેવીરીતે લોકોની સેવા કરે છે. ઇવીએમ ઉપર હાર્દિકે કહ્યું કે, ચૂંટણી પંચે જે પણ કઇ કહ્યું છે તે અંતિમ સત્ય નથી. જો એક ઉમેદવાર કહે છે કે, ઇવીએમથી મુશ્કેલી આવી રહી છે તો વીવીપેટની ચિઠ્ઠીઓ ફરીથી ગણાવી જોઇએ. તેણે કહ્યું કે, હાર્દિક નથી હાર્યો બેરોજગારી હારી છે.

Related posts

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સીસીટીવી કેમેરા કરવામાં આવ્યા કાર્યરત

editor

ગુજરાતના એકમાત્ર “સ્વચ્છ આઇકોનિક પ્લેસ” સોમનાથ મંદિરને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત

aapnugujarat

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવનો સમાપન સમારંભ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1