Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં ગંદકીનું સામ્રાજ્ય

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા, છે અને ખાસ કરીને તો નીચાણવાણા વિસ્તારોની હાલત તો કફોડી બનેલી છે. લીંબડીમાં બીઆરસી ભવન, આઈટીઆઈ, રેલવે સ્ટેશન રોડ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, શક્તિ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લીબંડી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ પાસે પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ગંદકીના ઢગલાથી લોકો પરેશાન બનેલા છે. દિગ્વિજયસિંહ રાજપુત છાત્રાલયની સામે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. લોકો નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે. પ્રિમોન્સુન કામગીરીના પૈસાનું શું થયું ? હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે ગંદકીના ઢગલા અને ભરાયેલા પાણીથી લોકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા વહેલી તકે ભરાયેલું પાણી દૂર થાય તેમજ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે.


(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન

editor

ભાવનગરમાં એનડીઆરએફ દ્વારા કોવિડ – ૧૯ અંગે જનજાગૃતિ રેલી યોજાઇ

editor

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1