Aapnu Gujarat
ગુજરાત

ઘુટણવડ ગામમાં દીપડાએ વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું મોત

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઘુટણવડ ગામે ઘર આંગણે સુતેલા વૃદ્ધ મહિલાને આદમખોર દીપડો ઉપાડી જઇ ઝાડીમાં ઢસડી જઇ હુમલો કરતા કરૂણ મોત થવા પામ્યું છે જેનાથી સમગ્ર ઘુટણવડ પંથકમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘુટણવડ ગામે રાત્રિના એક દોઢ વાગ્યાના અરસામાં હોળી ફળિયામાં ઇશ્વરભાઇ સોમાભાઇ રાઠવાના ઘર આંગણે અડારી નીચે ઓટલા ઉપર સુતેલ ૭૦ વર્ષના બુધીબેન ભગાભાઇ રાઠવાને જંગલ વિસ્તારમાંથી આદમખોર દીપડો ત્રાટકી વૃદ્ધ મહિલાને ખેંચી જઇ ઘરની આગળ રોડ હોય તે આરસીસી રોડ ક્રોસ કરી ઝાડી વિસ્તારમાં ખેંચી જઇ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં રાઠવા બુધીબેનનું કમકમાટીભર્યું કરૂણ મોત થયું હતું.
આ ઘટનાની જાણ ગામ લોકોએ વન વિભાગને કરતા રાત્રિના વનવિભાગની ટીમ ઘુટણવડ મુકામે સ્થળ ઉપર પહોંચી ગઇ હતીે, જે તે સમયે બોડી મળી ન હતી જેમ અજવાળું થતાં છ વાગ્યાની આસપાસ ઝાડીમાંથી વૃદ્ધ મહિલાની લાશ મળી આવી હતી, જે અંગે વન વિભાગના અધિકારીઓએ આગળની કાર્યવાહી કરી છે.
બુધીબેન રાઠવાના પતિ ગત વર્ષે મૃત્યુ પામ્યા હોય, તેઓને કોઇ વારસદાર ન હોય, તેઓનું ઝૂંપડું કાચું મકાન વરસાદમાં પડી ગયું હોય તેથી તેઓ હોળી ફળિયામાં રહેતા ઇશ્વરભાઇ સોમાભાઇ રાઠવાને ત્યાં આશરો લીધો હતો અને રાત્રિના ત્યાં જ રોકાણ કરતા હતા. થોડાક સમય પહેલા જ ઘુટણવડની નજીક આવેલ ઉમરવા ગામે આદમખોર દીપડાએ પાંચ વર્ષના વંશ રાઠવા ઉપર હુમલો કરતાં તેનું પણ કરુણ મોત નીપજયું હતું.
આમ દીપડાઓ આદમખોર થઈ ગયા હોય અને એક મહિનામાં બે માનવ મોત થયા હોય ત્યારે તેને ઝબ્બે કરી સુરક્ષિત જગ્યા પર છોડવામાં આવે તે આ વિસ્તારની જનતા માટે હિતાવહ છે.
છોટાઉદેપુરના ડી.એફ.ઓ. નિલેશ પંડ્યાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે માનવભક્ષી થઇ ગયેલા દીપડાને પાંજરે પૂરવા માટે આજે સાત જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે તેમજ ઘુટણવડ થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ ઉમરવામાં પણ પાંચ પાંજરા મૂકી દીપડાને ઝબ્બે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે ૭ પાંજરામાં આદમખોર દીપડો ઝબ્બે નહીં થાય તો બીજા ત્રણ થી પાંચ પાંજરા વધારી ને પણ આ દીપડાને ઝબ્બે કરવાનો પ્રયત્ન કરી જનતાને આદમખોર દીપડાના ભયથી મુક્તિ અપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

વિજ્ઞાનમેળામા સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતાની કૃતિ પ્રદર્શિત કરાઈ

editor

चांदखेडा क्षेत्र में शादी के लिए बनाये गये १२ तोला के आभूषण की चोरी

aapnugujarat

હાઇકોર્ટ ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ, આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1