Aapnu Gujarat
Uncategorized

ધોરાજીના ખેડૂતો એ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ક્યાંયને ક્યાં મુશ્કેલીઓ આવી રહી છે અતિ વૃષ્ટિ, પાક નિષ્ફ્ળને સરકાર દ્વારા પાક વીમો નહિ ચૂકવો સહિતની મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને વધારે એક મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી ગયો છે, શિયાળા દરમિંયાન કરેલ રવિ પાક વાવેતરમાં ચણા જીરું અને ધાણાનું મોટા પાયે વાવેતર થયેલ હતુ , પરંતુ પ્રતિકૂળ વાતાવરણે લઈને ખેડૂતોને પાકમાં મોટુ નુકસાન થયેલ છે, રવિ સીઝનના પાકનું વાવેતર કરવા માટે ખેડૂતોએ ખુબ જ મોટો ખર્ચ કરેલ છે ત્યારે આ પાકો જેમાં ધાણા અને ચણાના પાકને વ્યાપક નુકસાન થયેલ છે,

ચણાના પાકમાં રોગ આવતા ચણાનો પાક નિષ્ફ્ળ જેવી હાલત છે સાથે ધાણાના પાકમાં પણ એ જ હાલત થયેલ છે, ખેડૂતો એ કરેલ વાવેતરમાં એક વીઘામાં 15 હજાર જેટલો વાવેતર અને ઉત્પાદન ખર્ચ છે તેની સામે તેવોને માત્ર 3 થી 4 હજાર રૂપિયાનું મળી રહ્યાં છે જે જોતા ટેવોને મોટી નુકશાની જઈ રહી છે, ત્યારે સતત પાક નિષ્ફ્ળ અને પાક નુકસાનના ભોગ બની રહેલ ધોરાજીના આ ખડૂતો એ તેવોના ખેતરમાં બેસીને ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મઁત્રીને પત્ર લખ્યો છે કે તેવોની વ્હારે આવે અને તેવોને પાક નિષ્ફ્ળ જેવી સ્થિતિમાં મદદ કરે અને અહીં સર્વે કરીને પાક વીમો આપે, જેથી તેવોને થોડોક ટેકો થાય અને આવી રહેલ બીજી સીઝનમાં નવા પાકના વાવેતરમાં થોડીક આર્થિક મદદ મળી શકે.

Related posts

પ્રિયંકા ચોપડાની પહેલી હોલિવૂડ ફિલ્મ બેવોચને ભારતીય સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું

aapnugujarat

સરકાર દ્વારા ‘શેરી શિક્ષણ’ થકી અભ્યાસ કરાવવાની ઉમદા વ્યવસ્થા

editor

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1