Aapnu Gujarat
Uncategorized

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

ધોળકા તાલુકાનાં રનોડા ગામ ખાતે જન્મી પાટણનાં સહસ્ત્રલીંગ તળાવમાં પરમાર્થ કાજે પોતાની જાતનું બલિદાન આપનાર બત્રીસ લક્ષણા પૂર્ણ પુરુષ મહાવીર મેઘમાયા દાદાનો ૯૨૯મો જન્મોત્સવ તા. ૩૦મી ઓગસ્ટે(ભાદરવા સુદ ) ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ જન્મોત્સવ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
આ જન્મોત્સવ કાર્યક્રમમાં રમણલાલ વોરા (ગુજરાત વિધાનસભા અધ્યક્ષ) મુખ્ય અધ્યક્ષ તરીકે પધાર્યા હતાં જ્યારે ઉદ્‌ઘાટક તરીકે રાજ્યનાં મહેસુલ, શિક્ષણ અને ઉચ્ચ ટેકનીકલ વૈધાનીક અને સંસદીય બાબતોનાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. લોકસભા સાંસદ કિરીટ સોલંકી, રતિલાલ વર્મા (પૂર્વ સાંસદ), રમેશભાઈ પરમાર, ઝવેરભાઈ ચાવડા, વિક્રમ ચૌહાણ, શ્રી મંડોરા, ભારતીબેન રાણા સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં.


આ જન્મોત્સવ કાર્યક્રમમાં સંતોએ પણ પધરામણી કરી હતી જેમાં પ.પૂ.મહાત્યાગીજી પાગલબાપુ (શાંતિ આશ્રમ, ભીલાપુર), પ.પૂ.ઉગમશી બાપુ (શ્રી જોધલપીર મંદિર, કેસરડી), પ.પૂ.લાલદાસજી બાપુ (જોધલવંશી, ધોળકા), પ.પૂ.ઈશ્વરદાસજી બાપુ (ઉગમફોજ, ધોળકા), પ.પૂ.દિનેશદાસજી બાપુ (અમદાવાદ), પ.પૂ.ખોડીદાસ ભગત (મહંતશ્રી મહાવીર મેઘમાયાદાદા જન્મભૂમિ સ્મૃતિ મંદિર, રનોડા) કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ જન્મોત્સવ કાર્યક્રમને સફળ બનાવવામાં કનુભાઈ પરમાર અને જગદીશ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

૨૫મીએ રાહુલ દ્વારકાધીશના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

aapnugujarat

भारत नंबर-1 टीम है : पोलार्ड

aapnugujarat

લીંબડીમાં ૫૦ હજારની ઉઠાંતરી

editor

Leave a Comment

UA-96247877-1