Aapnu Gujarat
Uncategorized

પ્રિયંકા ચોપડાની પહેલી હોલિવૂડ ફિલ્મ બેવોચને ભારતીય સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું

અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પહેલી હોલિવૂડ ફિલ્મ બેવોચને ભારતીય સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં દર્શાવાયેલાં સ્વિમસ્યૂટ દૃશ્યોનો કોઇ પણ વિરોધ નોંધાવ્યો નથી. સેન્સર બોર્ડે શુક્રવારે દિગ્દર્શક સેથ ગોર્ડેનની ફિલ્મ બેવોચ જોઇ હતી અને લગભગ પાંચ કટ સાથે એ સર્ટિફિકેટ આપ્યું હતું. જે પાંચ કટ ફિલ્મમાં કરાયા છે તેમાં ચાર વર્બલ અને એક વિઝ્યુઅલ દૃશ્યનો સમાવેશ થાય છે.
આ ફિલ્મમાં ડ્‌વેઇન જ્હોન્સન, જેક ઇફ્રોન અને પ્રિયંકા ચોપડા લીડ રોલમાં છે. પ્રિયંકા ફિલ્મમાં નકારાત્મક કિરદારમાં જોવા મળવાની છે. ફિલ્મમાં તેના કિરદારનું નામ વિક્ટોરિયા લીડ્‌સ છે. આ ફિલ્મ ‘૯૦ના દાયકામાં આવેલો ટીવી શો બેવોચ પર આધારિત છે. ફિલ્મમાં દરિયાકિનારે બિકિની અવતારમાં ચાલતી લાઇફગાર્ડ સામે સેન્સર બોર્ડને કોઇપણ સમસ્યા નથી.સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાનીએ જણાવ્યું હતું કે આ બિકિની દૃશ્યો કોઇ પણ પ્રકારે દર્શકોને ઉત્તેજક કરવાના નથી અને તેથી જ દરિયાકિનારા પરનાં દૃશ્યો તેમ જ અભિનેત્રીઓએ પહેરેલી બિકિની સામે બોર્ડે વિરોધ નોંધાવ્યો નથી. ફિલ્મમાં કેટલાંક સ્થાને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો હતો જેના પર બોર્ડે કાતર ફેરવી છે.

Related posts

જસદણ પેટા ચૂંટણી : ૨૨૬ ઇવીએમ પહોંચાડી દેવાયા

aapnugujarat

अमित जेठवा केस : स्टे देने की मांग खारिज हुई

aapnugujarat

ટાઇગર શ્રોફ સાથે કૃતિ સનુન ફરી નજરે પડશે : અહેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1