Aapnu Gujarat
Uncategorized

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ભિલોડા તાલુકાના નંદોજ ગામનો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે રહે છે હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધની સ્થિતિ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભાવેશ વણઝારા એ પોતાના વ્હાલીને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગ કરી છે ત્યારે મીડિયા પહોંચ્યુ છે ભાવેશ વણઝારાના ગામ ભિલોડા તાલુકા ના નંદોજ ગામે જ્યાં ભાવેશના પિતા બાબુ ભાઈ વણઝારા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે

આખા વણઝારા સમાજમાં કોઈ ડોક્ટર ન  હતું તો ખૂબ દુઃખ વેઠી ને પોતાના દીકરા ને યુક્રેન મેડિકલ માં અભ્યાસ અર્થે મોકલ્યો છે ત્યારે હાલ ની તણાવ ભરી સ્થિતિ ને કારણે આખો પરિવાર ખૂબ જ દુઃખી છે પોતાનો દીકરો પરત આવે તે માટે સરકાર ને વિનંતી કરી રહ્યો છે ભાવેશ ના દાદા બા અને પિતા એ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી સરકાર પાસે દીકરા ને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી

Related posts

દ્વારકામાં પાણી માટે હાલ થયાં બેહાલ

aapnugujarat

ખનીજ ચોરી કેસ : હાઇકોર્ટના ચુકાદાને પડકારી બારડે સુપ્રીમમાં અરજી કરી

aapnugujarat

લખપત-બેટદ્વારકા ગુરૂદ્વારામાં શીખોની સંસ્કૃતિ ઉજાગર કરાશે : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1