Aapnu Gujarat
Uncategorized

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ગુજરાતમાં અધધ…૫૬૭ કરોડથી વધું નાણાં ચાઉં થયા હોય તેવું મસમોટુ કૌભાંડ બહાર લાવી આજે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમાં રાજુભાઈ કરપડા,સાગરભાઈ રબારી, મુકેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે સરકારની વેબસાઇટ મુજબ કુલ શૌચાલય જે બનાવવામાં આવેલ છે તે ૩૧૫૩૯૦૪ હોય અને જેનાં નાણાં ૧૨,૦૦૦ લેખે ચુકવવામાં આવેલ આમાં ચુકવણીમાં એક જ શૌચાલય અલગ અલગ કેટેગરીમાં બતાવી ને ખાનગી એજન્સી ને નાણાં ચૂકવવા માં આવેલ જેમાં એક જ ઘરે અલગ અલગ નામો ઉપર નાણાં ચૂકવવામાં આવ્યા હતા.શૌચાલય એક જ બનાવી તેને બે થી ચાર વખત પરીવારનાં અન્ય નામોનાં નામે દર્શાવી કૌભાંડ કરી નાણાં ચાઉં કરવામાં આવેલ બહાર આવેલ છે.

જેમાં ૧૫ ગામોમાં સેમ્પલ સર્વે કરાતાં ઓનપેપર વેબસાઇટ મુજબ અંદાજે ૧૫ ટકા શૌચાલય નાં ખોટી રીતે બતાવી મસમોટું કૌભાંડ સુવ્યવસ્થિત આયોજન કરી નાણાં ચાઉં કરવામાં આવેલ તેવું બહાર આવેલ છે.જો આની તટસ્થ તપાસ કરવામાં આવેતો આ ૫૬૭ કરોડનો ભ્રષ્ટાચારનો આંકડો બહું મોટો થાય તેમ છે.તેઓએ જણાવ્યું હતું કે આ મસમોટું કૌભાંડનો દોરી સંચાર ગાંધીનગર સુધી પહોંચી શકે છે અને શૌચાલય કામ કરતી પ્રાઈવેટ એજન્સીઓ પણ ભાજપ સરકારનાં નેતાઓ નીચે કામ કરતી અથવા તેઓની ભાગીદારી ધરાવતી હોય તેવી છે.જો સરકાર આ બાબતે તટસ્થ તપાસનાં આદેશ નહીં આપે તો હાઈકોર્ટમાં આ બાબતે જવાં અમો તૈયાર છીએ તેમ જણાવ્યું હતું. આ કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વઢવાણ તાલુકાના ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો.કૌભાંડ ઉજાગર થતાં નેતા અને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી

Related posts

ગોધરામાં આરોગ્ય કમિશનરે સમીક્ષા બેઠક યોજી

editor

ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન

editor

રાજકોટ બેઠક ભાજપે છેલ્લી ચૂંટણીમાં મોટા અંતરથી જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1