Aapnu Gujarat
Uncategorized

રાજકોટ બેઠક ભાજપે છેલ્લી ચૂંટણીમાં મોટા અંતરથી જીતી

લોકસભાની ૨૬ બેઠકો ઉપર જીતવાના મક્કમ ઇરાદા સાથે પ્રયાસ કરી રહેલા ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રના નાક ગણાતા રાજકોટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપનું એકચક્રી શાસન રહ્યું છે. આ બેઠક ભાજપે છ ટર્મથી જીતી છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૨૪૬૪૬૩ મતેથી જીત મેળવી હતી. જો કે, ૨૦૦૯ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અહીં હાર થઇ હતી. ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા હતા. કુંડારિયાને ૬૨૧૫૨૪ મત મળ્યા હતા જ્યારે કુંવરજી બાવળિયાને ૩૭૫૦૯૬ મત મળ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી ૨૦૧૪માં આંકડાકીયરીતે રોચક બની હતી. જો કે, કુંડાળિયાએ જંગી અંતરથી જીત મેળવી હતી. આ બેઠકમાં ૧૫ ઉમેદવારોએ ભાગ્ય અજમાવ્યા હતા. નોટામાં પણ ઉલ્લેખનીયરીતે ૧૮૨૪૯ મત પડ્યા હતા. સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત ગણાતી રાજકોટ બેઠક ઉપર હંમેશા ઉંચુ મતદાન થતું રહ્યું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં આ બેઠક પર ૬૧.૫૧ ટકા મતદાન થયું હતું. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે ચાર અને કોંગ્રેસે ત્રણ બેઠકો ઉપર જીત મેળવી હતી. કુંવરજી બાવળિયા ભાજપમાં આવી જતાં ભાજપ પાંચ બેઠક ધરાવે છે. ભાજપની આ બેઠક ઉપર એક લાખથી વધારેની સરસાઈથી જસદણની પેટાચૂંટણીમાં જીત થઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બેઠકનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની આ બેઠક પર આ વખતે પણ સ્પર્ધા રોમાંચક રહી શકે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે અવિરત શાનદાર દેખાવ કર્યો છે. ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો મળે છે તેના ઉપર તમામનું ધ્યાન રહેશે. અલબત્ત, મોદી-શાહના વતન રાજ્ય હોવાથી સૌથી હોટ ફેવરીટ સ્પર્ધા ગુજરત રાજ્યમાં જ રહી શકે છે. ગુજરાતમાં દેખાવના પુનરાવર્તનની શક્યતાને પણ કેટલાક લોકો નકારી રહ્યા નથી. ગુજરાતમાં હજુ સુધીના સર્વે અને પોલના તારણો ભાજપની સરસાઈ દર્શાવે છે. સમીકરણો ઉપર ધ્યાન આપવામાં આવે તો રાજકોટની બેઠક સારા અંતરથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટેની સ્થિતિ ધરાવે છે.

Related posts

રાધનપુર રેલવે પોલીસને મળી મોટી સફળતા

editor

ગાંધીનગરમાં ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા અનાજ વિતરણ કરાયું

aapnugujarat

મગફળીના ગોડાઉનમાં સતત આગની ઘટનાથી અનેક શંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1