Aapnu Gujarat
Uncategorized

મગફળીના ગોડાઉનમાં સતત આગની ઘટનાથી અનેક શંકા

રાજકોટ જિલ્લાની કોટડા સાંગાણી તાલુકાના સાપર-વેરાવળમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રી નામના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ મગફળીના જંગી જથ્થાને નુકસાન થયું છે. ૩.૭૫ કરોડની મગફળી ભરેલી ૨૮૦૦૦થી વધુ બોરી ખાખ થઇ ગયા બાદ આ મામલામાં પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. મગફળીના ગોડાઉનમાં જ સતત આગ કેમ લાગી રહી છે તેવા પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉઠાવીને તપાસની માંગ કરવામાં આવી છે. કાવતરું છે કે પછી કોઇ ઘટના છે તેને લઇને તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દેવામાં આવી છે. આગની વધુ એક ઘટના જેમાં ૨૮૦૦૦ મગફળીની બોરી નષ્ટ થઇ ગઇ છે જેની કિંમત આશરે ૫ કરોડની હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ તાલુકામાં બનેલી આ ઘટના બાદ રાજકોટ ગ્રામિણ પોલીસે મામલામાં તપાસ કરવા ત્રણ જુદી જુદી ટીમો બનાવી છે. ષડયંત્ર છે કે પછી કોઇ આગની ઘટના હાદસા તરીકે છે તેમાં તપાસ શરૂ થઇ ચુકી છે. આ પહેલા બીજી જાન્યુઆરીના દિવસે ગાંધીધામ, ૩૦મી જાન્યુઆરીના દિવસે ગોંડલ, ૧૩ માર્ચના દિવસે રાજકોટ અને ૧૯મી એપ્રિલના દિવસે હાપામાં આ રીતે જ આગની ઘટનાઓ બની હતી. કૃષિમંત્રી આરસી ફળદુએ કહ્યું છે કે, સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવા માટે મુખ્યમંત્રી અપીલ કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટુકડી રાજકોટ, ગોંડલ, જસદણ, ધોરાજી, જેતપુરમાંથી બોલાવવામાં આવી હતી. આ વેરહાઉસમાં સીસીટીવીની સુવિધા નથી. સિક્યુરિટી અથવા તો ઇલેક્ટ્રીસિટી કનેક્શન પણ નથી જેના લીધે અનેક પ્રકારની શંકા રહેલી છે. કુલ ૮ શેડ પૈકીના ચાર શેડ બળીને ખાખ થઇ ગયા છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના લોકોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફતે તપાસ કરાવવાની માંગ ઉઠી રહી છે. ગઇકાલે આગ ફાટી નિકળ્યા બાદ ચાર ગોડાઉન ઉપર આગ પર કાબૂ મેળવવા માટે જેસીબી મશીનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. દિવાલને તોડીને ફાયરફાઇટરથી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ થયા હતા. આ ગોડાઉનમાં નાફેડ તરફથી ૨૧૦૦૦ ફૂટ જમીન ભાડા ઉપર લેવામાં આવી છે જેમાં છ ગોડાઉન બનાવવામાં આવ્યા છે. સરકાર તરફથી સમર્થન મૂલ્ય ઉપર ખરીદવામાં આવેલી મગફળીનો જથ્થો ચાર ગોડાઉનમાં મુકાયો હતો.

Related posts

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

aapnugujarat

बजाज ऑटो की बिक्री अक्टूबर में 11% बढ़कर 5,12,038 इकाई पर

editor

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1