Aapnu Gujarat
Uncategorized

દુધરેજ નર્મદા કેનાલ બ્રિજ પર સર્જાયો અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલના બ્રિજ પર કન્ટેનર ડોર ટુ ડોર કચરાના વાહન સાથે ધમાકેદાર અથડાતાં અકસ્માત સર્જાયો ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા દુધરેજ પુલ પર વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક સર્જાયો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી હોસ્પિટલ નજીક દુધરેજ નર્મદા કેનાલના બ્રિજ પર નગરપાલિકાના ડોરટુડોર કચરો ઉઘરાવતા વાહન સાથે હેવી મોટુ કન્ટેનરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમવતા ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં મોટુ કન્ટેનર બ્રિજની રેલીંગ તોડીને નર્મદા કેનાલના ઉંડા પાણીમાં જળ સમાધી લેતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા તેમજ આ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત લોકોને ઈમરજન્સી108 મારફત સારવાર અર્થે શહેરની સીયુશાહ મેડીકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ આ અકસ્માતની ઘટનાના પગલે વાહનોની લાંબી લાઈનો લગતા ટ્રાફિક સર્જાયો હતો

અને આ ઘટનાની જાણ એ ડીવીઝન પોલીસ મથકે કરવામાં આવતા ઘટનાસ્થળે તાત્કાલિક એ ડીવીઝન પોલીસ ટીમ દોડી જઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને અકસ્માતના પગલે સર્જાયેલો ટ્રાફિક હળવો કર્યો હતો.

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

aapnugujarat

ઉપલેટાના ખેડૂતોએ મામલતદારને સોંપ્યું આવેદનપત્ર

editor

રાજકોટમાં આંધળા અને બહેરા વૃદ્ધોએ ૧૨ વર્ષની સગીરા પર ૮ મહિના સુધી કર્યું દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1