Aapnu Gujarat
Uncategorized

કેશોદના યુવાને દોઢ લાખનો મોબાઈલ મુળ માલીકને પરત આપી પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો

આપણા રોજિંદા જીવનમાં આપણ ને અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે જેમાં ક્યાંક ચોરીના તો ક્યાયક પ્રામાણિકતા અને નિષ્ઠાના ત્યારે ઘણી વખત અમુક લોકોની ચીજ વસ્તુઓ ચોરી કરતા પણ જોવા મળતા હોય છે પણ ક્યારેક ક્યારેક લોકો પોતાની પ્રામાણિકતા પણ બતાવતા જોવા મળે છે પોતે નિષ્ઠાવાન અને સાચા રસ્તે ચાલતા હોય તેવા લોકો પણ આ દુનિયામાં જોવા મળે છે ત્યારે આવો જ એક કિસ્સો કેશોદ શહેરમાં બન્યો છે. જેમાં કેશોદના શરદચોક વિસ્તારમાં કિસ્મત રેસ્ટોરન્ટ ધરાવતાં જેન્તિભાઈ પાઘડારને દશેક દિવસ પહેલાં રૂપિયા દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન મળેલ હતો ત્યારે જેન્તીભાઈ દ્વારા તે મોબાઈલના મુળ માલીકની શોધખોળ કરવામાં આવી હતી

જેમાં મોબાઈલ ના માલિક મુળ લોએજ ગામનાં દિવ્યેશભાઈનો સંપર્ક કરી અને તેમને મોબાઈલ પરત આપી સમાજમાં અને લોકોમાં પ્રમાણિકતાનો દાખલો બેસાડ્યો છે. કેશોદના યુવાન જેન્તિભાઈ પાઘડાર સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે તેમજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગૌમાતાનાં લાભાર્થે મોહનથાળ મેસુબ બનાવી સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી કરે છે. કેશોદની ધોળીવાવ ગૌશાળામાં નિયમિત સેવાઓ પણ આપે છે. જ્યારે કેશોદના જેન્તિભાઈ પાઘડારની આ પ્રમાણિકતાને કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા દ્વારા બિરદાવવા આવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

धंधुका के पास बस की टक्कर से पिता-पुत्र की मौत

aapnugujarat

महिला कॉर्पोरेटर ने डॉक्टर को मारा

aapnugujarat

ભાવનગરના ત્રણ ડુંગરોમાં આગ ફાટી નીકળી

editor

Leave a Comment

UA-96247877-1