Aapnu Gujarat
Uncategorized

કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

જમીન સંપાદનમાં થયેલી ભૂલને સુધારવામાં આવે અને કાવીઠાના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવાય તે અંગે અસરગ્રસ્તોએ સરકારને પણ રજૂઆત કરી છે. સરકારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની બાંહેધરી પણ આપી હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવીઠા ગામના ખેડૂતોને અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ હાઈવે કાવીઠા ગામમાંથી નીકળે છે. એક્સપ્રેસ હાઇવે માટે કાવીઠા ગામની ૯૪૦ વિઘા જમીન સંપાદન કરવામાં આવી છે.. કાવીઠા ગામના ખેડૂતના ખેતરની બાજુમાં આવેલા ચાચરવાળી વાસણાના ખેડૂતોને વીઘા દીઠ ૮૪ લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યા છે. જ્યારે કાવીઠાથી અડધો કિલોમીટર દૂર આવેલા ચલોડા ગામના ખેડૂતોને વીઘા દીઠ ૬૫ લાખનું વળતર ચુકવવામાં આવ્યું છે.. જેની સામે કાવીઠા ગામના ખેડૂતોને માત્ર વીધે ૨૨ લાખનું જ વળતર આપવામાં આવ્યું છે. જેને લીધે જમીન સંપાદનના વળતરમાં કાવીઠા ગામના ખેડૂતોને ભારે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાવીઠાના ખેડૂતોનો દાવો છે કે ચાચરવાળી વાસણા અને ચલોડા ગામની જમીન કરતા કાવીઠાની જમીન સારી છે.. તેમ છતાં કાવીઠા ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.. આ સ્થિતિમાં ખેડૂતોની માગ છે કે જે રીતે અન્ય બે ગામની જમીન સંપાદન કરી તેમને ઉંચી કિંમત ચૂકવવામાં આવી છે, તે જ પ્રમાણે કાવીઠાના ખેડૂતોને પણ યોગ્ય રકમ ચૂકવવામાં આવે.

Related posts

રાજકોટમાં બે બોગસ ડોક્ટર ઝડપાયા

editor

કોંગ્રેસ કાર્યાલયોને કોવિડમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ તૈયાર : અમિત ચાવડા

editor

કાંકરિયા મિની ટ્રેનનાં પાટા બદલવા કરોડોનો ખર્ચ થશે

editor

Leave a Comment

UA-96247877-1