Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત એસ.ટી. દ્વારા દિવાળી માટે ‘આપ કે દ્વાર’ યોજના શરૂ

દિવાળીના તહેવારમાં વેકેશન મનાવવા લોકો વતન જતા હોય છે. અને, દિવાળીના તહેવારોમાં એસટી બસ અને રેલવે સ્ટેશન પર સવિશેષ ભીડ થાય છે. ત્યારે આ પરિસ્થિતિને ખાળવા એસટી વિભાગ દ્વારા આ ર્નિણય લેવાય છે. જેથી મુસાફરોની સગવડમાં વધારો થાય અને બસ સ્ટેશન પર ઉમટતી ભીડને ખાળી શકાય. ત્યારે મુસાફરોની સગવડ માટે લેવાયેલો આ ર્નિણય ખરેખર પ્રસંશનીય છે.દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. ત્યારે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે એસટી નિગમ દ્વારા ૨૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર દરમિયાન એસટી “આપ કે દ્વારે” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૫૧ સીટનું ગ્રુપ બુકિંગ કરાવતા લોકોને નિગમ દ્વારા તેમની સોસાયટીથી પીકઅપ કરી તેમના ગામ સુધી નોનસ્ટોપ બસ સર્વિસ દ્વારા પહોંચાડવામાં આવશે. પરિવારના સભ્યો દ્વારા જે તે રૂટ ૫૨ ઓનલાઈન ગ્રુપ બુકિંગ પર ૫ ટકા તેમજ રિટર્ન ટિકિટમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સુરત જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના લોકો વસે છે. તેઓ દિવાળી દરમિયાન સુરક્ષિત અને સરળતાથી વતન પહોંચી શકે તે માટે જરૂરિયાત મુજબ રેગ્યુલર બસો ઉપરાંત ડિમાંડ મુજબ વધારાની બસો પણ દોડાવવા જી્‌ નિગમે ર્નિણય લીધો છે.

Related posts

રાજ્યમાં ૪૮૭ કરોડના ખર્ચે ૧૦ નવા ફલાય ઓવરો બનશે

aapnugujarat

જન્માષ્ટમીની હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે આ વર્ષે ઓનલાઈન માધ્યમ દ્રારા ઉજવણી

editor

Panihati Chida – Dahi Mahotsav at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

Leave a Comment

UA-96247877-1