Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસ કાર્યાલયોને કોવિડમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ તૈયાર : અમિત ચાવડા

ગુજરાતમાં હાલ ચારેબાજુ કોરોના વિસ્ફોટ થયેલો છે. જેમાં સૌથી વધુ હાલત ખરાબ હોય તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આાગામી દિવસોમાં ગુજરાતની સ્થિતિ હજુ વધું ખરાબ થઈ શકે છે. ત્યારે ભાજપના નેતાઓએ રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કર્યા બાદ કોરોના સંક્રમણ વધતાં ગુજરાત કોંગ્રેસે પણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ કાર્યાલયોને કોવિડ સેન્ટરમાં ફાળવવા માટે તૈયારી કરી દીધી છે. જેથી કોંગ્રેસે જણાવ્યું છે કે કોંગ્રેસ કાર્યાલયોમાં સરકાર મેડિકલ સુવિધા આપે. ગુજરાત સરકાર હાલ તમામ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેક્શનની મોટી અછત વર્તાઈ છે, પરંતુ ત્યાં યુદ્ધના ધોરણે પહોંચાડે. આગામી દિવસોમાં રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે કોંગ્રેસે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે.
કોરોના મુદ્દે કોંગ્રેસે આજે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના અમિત ચાવડાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના સ્થિતિ વિશે સરકારને આડે હાથ લીધી હતી. ચાવડાએ જણાવ્યું કે હાલ કોરોના મહામારીમાં રાજ્યની જનતા સાથે ચેડાં થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે ખોટા નિવેદન બંધ કરો. સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે, અને કોરોના અંગે વિસ્ત ચર્ચા કરે.
બીજી બાજુ રાજ્યસભાના સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું છે કે સરકાર કહે છે કે રેમડેસિવિરનો દુરપયોગ થાય છે. કોર્ટમાં સરકાર સબ સલામતના દાવા કરે છે. પરંતુ રાજ્યની વાસ્તવિકતા કંઈક અલગ છે. શક્તિસિંહે જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે કોરોનાની પરિસ્થિતિ અંગે સુઓમોટો કર્યો અને આજે ગુજરાત સરકારને ખખડાવી પણ છે, હું નામદાર કોર્ટનો આભાર માનુ છું. ગોહિલે જણાવ્યું કે હાઇકોર્ટમાં ગુજરાત સરકારે જે જવાબ આપ્યા તે હાઈકોર્ટને પણ ગળે ના ઉતર્યા.. સરકારનુ વલણ દુઃખદ છે. કોર્ટે મિડિયાની કામગીરીની વખાણ કર્યા ત્યારે સરકારે કહ્યુ સનસનીખેજ સમાચારો માટે ખોટુ રીપોર્ટીંગ કરે છે. જેથી કોર્ટે તરત અટકાવ્યા હતા અને જણાવ્યું હતું કે, તમે આવુ ન કહી શકો.
અમિત ચાવડાએ સરકારને બાનમાં લેતા જણાવ્યું હતું કે, હાલ ગુજરાત સરકારની નીતિ રોમ ભડકે બળતું હોય ત્યારે નિરો વગાડે જેવુ છે. ધૃતરાષ્ટ્ર જેવી ગુજરાત સરકારની નિતિ છે. રાજ્યની જનતા સાથે ચેડા થઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સીઆર પાટીલનો પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેઓ ૫૦૦૦ ઈન્જેક્શન ક્યાંથી ચોરી લાવ્યા? આઇપીસી કલમ હેઠળ પાટીલ સામે ગુનો નોધવો જોઈએ. કેટલાક લોકો પોતાના રાજકીય ભવિષ્ય માટે સાહેબને સારા દેખાવા માટે વાતો કરે છે. પરંતુ લોકો ઇંજેક્શન માટે ભીખ માગે છે, એની ચિંતા કરવી જોઈએ, નહી કે પોતાના ભાઇને બચાવે.
કેંદ્રીય મંત્રીઓ ૭૦૦ વેન્ટિલેટર મહારાષ્ટ્ર મોકલવાની વાત કરે છે. શુ ગુજરાતમાં આ સરપ્લસ છે? રાજ્યના મુખ્યમંત્રી આની મંજુરી આપી છે? સરકાર જે નિર્ણય કરે તેને અમારુ સમર્થન છે. અમે પહેલાથી જ કોરોના મુદ્દે સરકારનુ સમર્થન કર્યુ છે. પરંતુ સરકારે થાળી વગાડવાનુ કર્યુ, વિમાન ઉડાડ્યા, દિવા કરવાનું કહ્યું પણ તેનાથી કોઈ ફેર પડ્યો નથી.

Related posts

શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રિ મહોત્સવની ઉજવણી

aapnugujarat

टाटा-मिस्त्री विवाद : उच्चतम न्यायालय ने सुरक्षित रखा फैसला

editor

छोटे उद्योगों को जल्द भुगतान करें मंत्रालय : सीतारमण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1