Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમા રસીકરણ મહાઅભિયાન હાથ ધરાયુ

સન્ની વાઘેલા , સુરેન્દ્રનગર

રાજ્યમા કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ હતી. જેમા અનેક પરિવારોના મોભીઓ જીવ ગુમાવ્યા છે. તેવામાં હાલ આ બીજી લહેર પણ થોડા અંશે શાંત પડી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને વેક્સીન માટે ભલામણ કરાય છે.જેને લઇને રસીકરણ અંગે જાગૃતિ, કેમ્પ તથા અભિયાનના આયોજન કરવામા આવે છે. તેવામાં ધ્રાંગધ્રા પંથકના રણ કાંઠા એટલે કે છેવાડાના વિસ્તારમા શિક્ષણ સ્તર ખુબ જ ઓછુ નજરે પડે છે. જેને લઇને અહિંના લોકો અફવાઓ પર વધુ ધ્યાન આપે છે પરંતુ અહિ કેટલાક સ્થાનિક જાગૃત નાગરીકો દ્વારા વેક્સીન અંગે કેમ્પનું આયોજન કરી ધ્રાંગધ્રા પંથકના કુડા, નિમકનગર, કોપરણી, જેસડા સહિતના રણકાઠા ગામોમા રસીકરણ મહા અભિયાનની પુરવાર કરી છે. જેમા સ્થાનિક જાગૃત યુવાનો દ્વારા અન્ય રહીશોને રસીકરણ અંગે મનાવી તેઓને ઘેર બેઠા વેક્સીન મળી રહે તેવી સુવિધા સરકાર આપી હોવાથી પોતાના અને પોતાના પરીવારની સલામતી માટે ફરજીયાત રસીકરણ કરાવે તેવી સમજણ અપાય છે.

Related posts

इले. एक्ट की धारा-६८ की संविधानीय कानूनता को चुनौती : हाईकोर्ट में किसानों की रिट याचिका

aapnugujarat

મોરબી દુર્ઘટમાં મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે

aapnugujarat

મુખ્યમંત્રીનાં આવાસે દેખાવો કરી રહેલાં કોળી સમાજનાં ઘણાં કાર્યકરોની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1