Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા ૪૨૧ શકુનીએા વિરૂધ્ધ કેસ

ઉમેશ ગોરહવા, ભાવનગર

રાજ્ય સરકાર જુગારબંધક નીતીને સંપુર્ણપણે વરેલી છે અને રાજ્યમાં જુગારબંધક નીતીનો કડકાઈપુર્વક અમલ કરાવવા માટે સરકારશ્રી દ્રારા સમયાંતરે સુચનાએા મળતી રહે છે. જેની બોટાદ જિલ્લા પોલીસ દ્રારા યોગ્ય અમલવારી કરાવી જિલ્લામાં જુગારની બદીને નાબુદ કરવા પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શ્રી અશોક કુમાર, IPS, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાએા દ્રારા અત્રેના બોટાદ જિલ્લામાં જુગારની બદીને નાબુદ કરવા માહે જુન-૨૦૨૧ ના માસમાં પરીણામલક્ષી કાર્યવાહી કરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી આ પ્રકારની અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના થઈ આવેલ. જે અન્વયે શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષકશ્રી બોટાદ નાએાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તમામ થાણા અધિકારીશ્રીએા અને એલ.સી.બી.,એસ.એા.જી. ની વિવિધ ટીમો બનાવી જિલ્લામાં આ પ્રકારની અસામાજીક પ્રવૃત્તિએા ચાલતી હોઈ તેવી જગ્યાએાની ખાનગી રાહે બાતમી/હકિકતો મેળવી આ જગ્યાએા પર રેઈડો કરી માહે જુન-૨૦૨૧ના માસમાં આજદિન સુધીમાં જિલ્લામાં જુગારધારની વિવિધ કલમો હેઠળ કુલ – ૭૯ કેસો શોધી કુલ – ૪૨૧ ઈસમોની અટકાયત કરવામાં આવેલ અને રૂ. ૮,૦૯,૪૬૦/- રોકડા મળી કુલ રૂ.૮,૯૬,૦૧૦/- નો મુદ્દામાલ કબજે કરી આ ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
જુગારની બદીને નાબુદ કરવાની આ કામગીરીમાં જિલ્લા પોલીસના માર્ગદર્શક અને જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા નાએા દ્રારાજુગારધારાના કેસો કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. આ માર્ગદર્શન મુજબ શ્રી રાજદિપસિંહ નકુમ, વિભાગીય પોલીસ અધિકારીશ્રી બોટાદ વિભાગ, બોટાદ નાએાના વડાપણ હેઠળ ખાસ ભીમઅગીયારના દિવસે રેઈડો કરવા ટીમો બનાવી રેઈડો કરી માત્ર ભીમઅગીયારના એકજ દિવસે બોટાદ જિલ્લા પોલીસ દ્રારા કુલ ૨૫ જેટલા જુગારધારાના કેસો શોધી ૧૪૨ ઈસમોને અટક કરવામાં આવેલ તેમજ રૂ. ૩,૭૬,૨૮૦/- રોકડા મળી કુલ રૂ.૪,૨૨,૨૮૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.આમ બોટાદ જિલ્લા પોલીસ સરકારશ્રીની જુગારબંધક નીતીનો બોટાદ જિલ્લામાં અમલ કરાવવા માટે સંપુર્ણ રીતે કટીબધ્ધ છે.

Related posts

રૂબેલા રસીથી બિમાર બાળકનું મોત

aapnugujarat

ગુજરાત બજેટમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૯૭૫૦ કરોડ

aapnugujarat

કડીમાં પાર્કિંગ બાબતે બબાલ : પિતા – પુત્ર ઘાયલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1