Aapnu Gujarat
ગુજરાત

ગોધરાની ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ખાતે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ અને અધ્યક્ષ સ્થાને હેઠળ કલેકટર પંચમહાલના સહયોગથી તેમજ તાલુકા મેડિકલ ઓફિસર ગોધરા અને તેમજ છારીયા પી.એચ.સી કેન્દ્રનાં મેડીકલ ઓફીસર અને પેરામેડિકલ ટીમની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના ભવનોમાં અને ગોધરા સ્થિત કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે કોઈ વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વાઇસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોવીડ સામેની લડાઇના વિઝનને વિવિધ કોલેજના આચાર્યો, વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના કર્મચારીઓને અવગત કરાવાની સાથે આ અભિયાનમાં પોતે જોડાઈને અન્યને જોડીને રાષ્ટ્ર સેવા કરવા સર્વે ઉપસ્થિતોને આહવાન કર્યું હતું.ગોધરા સ્થિત સંલગ્ન કોલેજો ખાતેથી 500 વિદ્યાર્થીનુ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિનેશન કરવામા આવશે.15 જૂલાઈ સૂધી પાંચેય જીલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનૂ વેકશીનેશન થાય તેવા નક્કર પ્રયાસો થાય વહિવટીતંત્રના સહયોગથી કરવામા આવશે.તેમ ઉમેર્યુ હતુ.
કાર્યક્રમમાં કુલ સચિવ ડો.અનિલ સોલંકી,મદદનીશ કુલ સચિવ ડો.મૂકેશ પટેલ,એન.એસ.એસ કોઓર્ડીનેટર નરસિંહ ભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસ ઓફિસ ઉપર દેખાવો અને તોડફોડ

aapnugujarat

મેટ્રો સિટી અમદાવાદમાં મફત વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ

aapnugujarat

ઓબીસી, એસટી, એસસી એકતા મંચ દ્વારા કડી મામલતદારને આવેદનપત્ર સોંપાયુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1