Aapnu Gujarat
Uncategorized

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ભોજનની વિતરણ વ્યવસ્થામાં વિધાર્થી જોડાયા

અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે, અમદાવાદ સહિત આખું રાષ્ટ્ર કોરોના વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ તેના ભાઈચારા અને મદદરૂપ થવાની ભાવના માટે જાણીતું છે. અત્યારે સહુએ એકબીજાને મદદરૂપ બનીને આ મુશ્કેલ સમયને હરાવવાનો છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સાથે તેના નજીકના પરિજનો, સ્વજનો કે સંબંધીઓ પણ આવતા હોય છે. તેઓના માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા અનેક સેવાભાવી સંગઠનો અને દાતાઓ મારફતે પુરી પાડવામા આવે છે.
કોરોનાની આ મહામારીમાં લોકોની અનેક પ્રકારની તકલીફો જોઇને મદદ કરવાની ઉચ્ચ ભાવનાથી અમદાવાદનો વિધાર્થી વર્ગ અને અન્ય સેવા કરવા ઇચ્છ્તા લોકો પણ જોડાવા લાગ્યા છે. જે અંતર્ગત આજે સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા ભોજનની વિતરણ વ્યવસ્થા બહેનોએ સંભાળી હતી, જેમાં બી.ટેક ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થીની શ્રી પ્રિયાંશી શાહ, શ્રી નૃપા પટેલ, સેપ્ટ યુનિ,મા જોબ કરતા શ્રી નમ્રતાબેન શાહ અને અન્ય બહેનો જોડાયા હતા. આ બહેનોએ ૩૦૦ જેટલા ટિફિન નું વિતરણ કર્યુ હતુ.
આ સેવાકીય પ્રવૃત્તિ વિશે વાત કરતાં પ્રિયાંશી શાહ કહે : “મને અત્યારના સમયમાં લોકોને મદદ કરવાની ખુબ ઇચ્છા હતી, તે વાત મે મારા માતા-પિતાને કરી અને તેઓએ મને સંમતિ આપી. મને અહી આવીને પોતાના હાથે જ દર્દીના સગાઓને જમવાનુ આપીને ઘણું સારું લાગે છે. મને અન્યને મદદ કરતાં જોઇને મારા માતા-પિતાને ગર્વ થાય છે. જેનો મને વિશેષ આનંદ છે. હુ હવે દરરોજ આ રીતે લોકોને મદદરૂપ બનીશ.’’
આમ, કોવીડના કપરા કાળમાં સૌ કોઈ યથાશક્તિ કાર્ય કરી પોતાનું યોગદાન આપી રહ્યા

Related posts

राजकोट में तीन इंच बारिश

aapnugujarat

જર્મન ગણરાજ્યના રાજદૂત ભાવનગરની બે દિવસીય મુલાકાતે

editor

ખારવા સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1