Aapnu Gujarat
ગુજરાત

બોટાદ SP અને DYSPના નેતૃત્વમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયુ

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરહવા જણાવે છે કે,બોટાદ જિલ્લા પોલીસવડા અને ડીવાય એસપીના નેતૃત્વમાં ફૂટપેટ્રોલિંગનું આજરોજ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મેહતાએ લોકોને કોરોનાની મહામારીને લઈને સાવચેતી દાખવવા અપીલ કરી હતી. આ સાથે જમીની હકીકત મુજબ બોટાદ પોલીસ પ્રશાશન ખુબજ લાચાર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જે સિવિલિયન હાલ 500 રૂપિયા આવક નથી મેળવી શકતો તે સિવિલિયન 1000 રૂપિયા જેટલી માતબર રકમથી દાંડાઈ રહ્યો છે. આથી પોલીસ અને પ્રજામાં ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે આરોગ્ય મંત્રી તેમજ બોટાદના ધારાસભ્ય અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે તેઓ આરોગ્ય મંત્રી સાથે સલાહ મંત્રણા કરી માસ્કના દંડ વિશેની ગાઇડલાઇન સ્પષ્ટ કરે કેમ કે લોકો પાણી પીવા કે ચા પીવા માટે પણ માસ્ક ઉતારે છે તો તેઓને દંડિત કરવામાં આવે છે. જ્યારે ગુપ્ત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસને દંડ કરવા માટેના ટાર્ગેટ આપવામાં આવતો હોય આથી ના છૂટકે તેઓએ લોકોને દંડિત કરવા પડે છે.

Related posts

રાજ્યમાં ૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ કબજે

aapnugujarat

પર્યાવરણ જાળવી રાખવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે : રમણભાઈ પાટકર

aapnugujarat

Acceptance of Alpesh Thakor’s resign as Congress party MLA was legal: Speaker to Gjarat HC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1