Aapnu Gujarat
ગુજરાત

કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત સરકારે પ્લાનિંગ શરૂ કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ કલોલ પહોંચ્યા હતા જ્યાં તેમણે આરસોડિયા ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે ચર્ચા કરીને ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગામમાં આવેલો કોરોના ત્યાં જ અટકાવવો જરૂરી છે. ગામ સ્વચ્છ થશે તો ગુજરાતમાં બીજી લહેર પર વિજય મેળવી શકીશું. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે. એક્સપર્ટસ તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપર્ટસની મીટિંગ કરીશું. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. બીજી લહેર ખાળવી છે, અને ત્રીજી લહેરની તૈયારી. ૧૨ દિવસથી કેસ ઓછા છે.તેમણે કહ્યું કે, ગામમાં એક એક ઘરમાં એક-એક વ્યક્તિનું સર્વેલન્સ કરવામાં આવશે. ગામમાં ઘરમાં ટ્રીટમેન્ટ મળે તો ઘરમાં ચેપ લાગે છે, તેથી ગામમાં જ આઈસોલેશન સેન્ટર બનાવવાની સરકારની યોજના છે. જ્યાં ગામના લોકોને બધી જ સુવિધા મળી રહે. આરસોડિયામાં ૧૮ દર્દી હતા, ૧૦ સાજા થઈને પાછા ગયા. તમામ ગામોને વિનંતી કરુ છું કે, આઈસોલેશન સેન્ટર બનાવો, પણ હોમ આઈસોલેશન ન કરો. નહિ તો ઘરના તમામને ચેપ લાગશે. આવામાં સ્થિતિ બગડે છે. જેમ કોરોના કોઈ વ્યક્તિને થાય તે ઘરે ન રહીને આઈસોલેશન સેન્ટરમાં જાય. ગામમાં બધા ટેસ્ટ નથી કરવા, જેમને તકલીફો છે. તેમની જ ટ્રીટમેન્ટ શરૂ કરવી.સીએમ રૂપાણીએ કહ્યું કે, બીજા રાજ્યો કરતા ગુજરાતાં ૧ લાખ ૪૦ હજાર કેસ વધુ છે. આપણે ટેસ્ટ ઓછા નથી કર્યાં. ગઈકાલે ૧,૩૯,૦૪૮ ટેસ્ટ કર્યાં. બીજા રાજ્ય કરતા ગુજરાતમા પોઝિટિવિટી રેટ ૮.૫ ટકા છે. તે વધવો ન જોઈએ. તેમણે કેન્દ્ર સરકારની મદદ પર સવાલ ઉઠવા અંગે જવાબ આપ્યો કે, હાલ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોત તો ગુજરાતને અન્યાય થયો હોત. ગુજરાતીઓ અનેક રીતે હેરાન થયા હોત. ૧૫ મે સુધી વેક્સીનના ૧૧ લાખ ડોઝ આવશે. જેમ જેમ જથ્થો આવસે તેમ જુનમાં વધુ જિલ્લાઓને ઉમેરી શકીશું.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના ગ્રામજનોને અભિનંદન આપું છું, જે વ્વવસ્થા કરી છે. થાકવું નથી અને નિરાશ પણ નથી થવું. ૧૦૦ વર્ષ પહેલાં સ્પેનિશ ફલૂ નામની મહામારી આવી હતી. ૧૦૦ વર્ષ પહેલાં લોકોએ મહામારીને હરાવી હતી. કોરોનાની પહેલી લહેર વખતે આટલી વ્યવસ્થા ન હતી અને પૂરી કરી હતી. પણ બીજી લહેરમાં આપણી પાસે બધી વ્યવસ્થા છે. ગુજરાત પાસે ડોક્ટરો છે, ઓક્સિજન છે, રેમડેસિવર છે. રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. વધુ વ્યવસ્થા કરીશું. દરરોજ ૫૫ હજાર બેડ ઓક્સિજન આઈસીયુ બેડ પર ૧ હજાર ટન ઓક્સિજન આપી રહ્યા છીએ. ૧ મિનિટ પણ ઓક્સિજન રોક્યો નથી. હજુ સુધી ગુજરાતમાં એક પણ ઘટના એવી નથી બની કે ઓક્સિજનના લીધે કોઈનું મરણ થયું હોય. આજે એવો પ્રશ્ન નથી કે કોઈ દર્દીને બેડ નથી મળ્યો.ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે તેમણે કહ્યું કે, જે લોકો કોરોનામાં મર્યા તેમના માટે વેદના અને સંવેદના વ્યક્ત કરું છું, જે લોકો મર્યા એમના માટે અફસોસ પણ છે. શહેરોમાં કેસ ઘટ્યા અને ગામમાં વધ્યા છે. ગામમાં કોરોના પર કાબુ મેળવવા હવે કામ શરૂ કર્યુ છે. ગામના લોકોને બચાવવા છે.

Related posts

હિંમતનગરમાં બધી પ્રતિમાઓને ફૂલહાર કરાયા

editor

આમ આદમી પાર્ટીમાં અલ્પેશ કથીરિયા બનશે નવા પ્રદેશ પ્રમુખ?

aapnugujarat

ઓર્ગનના ડોનેશનના હેતુમાં સરકારની ભાગીદારી જરૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1