Aapnu Gujarat
ગુજરાત

આમ આદમી પાર્ટીમાં અલ્પેશ કથીરિયા બનશે નવા પ્રદેશ પ્રમુખ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ ૨૫૬ બેઠકો મેળવી ઐતિહાસિક જીત મેળવી છે. જોકે, આ વખતે પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને ભાજપને ટક્કર આપવા પ્રયાસ કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીને માત્ર ૫ જ બેઠકો મળી શકી છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી તેના ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જણાવાઈ રહ્યું છે કે, અલ્પેશ કથીરિયાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે અને ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં લોકો તો મોટી સંખ્યામાં એકઠા થતા હતા, પરંતુ તેને વોટ પરિવર્તિત ન થયા. જેના કારણે આપને માત્ર પાંચ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. જોકે, આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડ્યો છે અને લગભગ ૩૫ બેઠકો પર તેના કારણે પરિણામો બદલાઈ ગયા. ગુજરાતમાં પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની ગઈ છે. ત્યારે હવે આપના ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે તેવું કહેવાઈ રહ્યું છે. ગુજરાતમાં આપ હવે કોંગ્રેસનો વિકલ્પ બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે અલ્પેશ કથીરિયાને પક્ષના નવા પ્રદેશ પ્રમુખ બનાવાશે અને હાલના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી અટકળો છે. હાલમાં આપના પાંચ ધારાસભ્યો અને મોટા આગેવાનો દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક થયા પછી એવા સંકેત મળી રહ્યા છે કે, આપના ગુજરાતના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીએ તેનું ગુજરાતનું માળખું વિખેરી નાખ્યું હતું. એકમાત્ર પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા જ પદ પર ચાલુ રખયા હતા અને બાકીનું આખું માળખું વિખેરી નાખ્યું હતું. તે પછી ગુજરાતની ચૂંટણીમાં ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા હતા. જોકે, આમ આદમી પાર્ટીનો દાવ નિષ્ફળ રહ્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

હિંમતનગર યુ.જી.વી.સી.એલ કર્મચારીઓએ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

aapnugujarat

કેન્દ્રીય રાજયમંત્રી રામદાસ આઠવલેના હસ્તે ડભોઈનાં પલાસવાડા ગામમાં જય પ્રાથમિક શાળાનું ઉદઘાટન

aapnugujarat

ઇડરના ગંભીરપુરામાંથી ગાડી ચોરાઈ

editor

Leave a Comment

UA-96247877-1