Aapnu Gujarat
ગુજરાત

ઇડરના ગંભીરપુરામાંથી ગાડી ચોરાઈ

ઇડરથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,ઇડર નજીકના ગંભીરપુરાની એક સોસાયટીમાંથી રવિવાર-સોમવાર દરમિયાન કોઇ વાહન ચોર રૂા.૧.૫૦ લાખની કિંમતની રેનોલ્ટ ડસ્ટર ગાડી ચોરી રફુચક્કર થઇ જતા વાહન ચોરીની ઘટના સંદર્ભે ઇડર પોલીસ સ્ટેશનમાં મામલો દર્જ થયો હતો.ચોરીની ઘટના અંગે ઇડર પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ગંભીરપુરાની અશરફનગર સોસાયટીમાં રહેતા સાજીદભાઇ મહેમુદભાઇ લુહારની રૂા.૧.૫૦ લાખની કિંમતની રેનોલ્ટ ડસ્ટર ગાડી નં.જીજે.૧૮.બીબી.૭૧૨૧ પોતાના ઘર પાસેના પાર્કીંગમાં પાર્ક કરી હતી. રવિવાર-સોમવાર દરમિયાન કોઇ વાહન ચોર રૂા.૧.૫૦ લાખની કિંમતની રેનોલ્ટ ડસ્ટર ગાડી ચોરી રફુચક્કર થઇ જતા સાજીદભાઇ લુહારે વાહન ચોરીની ઘટના સંદર્ભે ગુરૂવારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? તો તમે તમારી સંપૂર્ણ રકમ પાછી મેળવી શકો છો, જાણો કેવી રીતે…

aapnugujarat

वडोदरा में अज्ञात वाहन की टक्कर से बाइक सवार तीन युवकों की मौत

editor

ટેકાના ભાવે ૧૩૭૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1