Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં ગોડાઉનમાંથી પ્લાયવુડની સીટો ચોરી

હિંમતનગરથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે, હિંમતનગરના બળેલી મીલ ખાતે આવેલા એક વેપારીના ગોડાઉનમાંથી ખેડાવાડા તેમજ કાંકરોલના બે શખ્સો રૂા.૧૪,૧૦૦ ની કિંમતની પ્લાયવુડની સીટો રીક્ષામાં ચોરી જતા વેપારીએ બંને શખ્સો વિરૂધ્ધ હિંમતનગરના એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોને અટક કરી પુછતાછ હાથ ધરી છે.ચોરીની ઘટના અંગે એ ડીવીજન પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર મહાવીરનગરમાં રહેતા નલીનકુમાર કાન્તીલાલ શાહનું બળેલી મીલ ખાતે ગોડાઉન આવેલું છે. જે ગોડાઉનમાંથી ખેડાવાડાનો અજીતસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા તેમજ કાંકરોલનો દેવુસિંહ ભરતસિંહ પરમાર બુધવાર-ગુરૂવાર દરમિયાન રૂા.૧૪,૧૦૦ ની કિંમતની પ્લાયવુડની સીટો રીક્ષામાં ભરી ચોરી કરી લઇ જતા હતા તે દરમિયાન રાત્રિના સમયે પોલીસે પ્લાયવુડની સીટો રીક્ષામાં ચોરી લઇ જતા શખ્સોને ઝડપી લેતા ચોરીની ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો હતો. જે ઘટનાની વેપારીને જાણ કરાતા વેપારીએ રીક્ષામાં પ્લાયવુડની સીટો ચોરી જતા શખ્સોની ઓળખ કરી પોલીસને જાણ કરી હતી અને ખેડાવાડાના અજીતસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા તેમજ કાંકરોલના દેવુસિંહ ભરતસિંહ પરમાર વિરૂધ્ધ એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ચોરીનો મામલો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

૧૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સાતની ધરપકડ

aapnugujarat

વિશ્વકર્મા મિત્રમંડળ દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓનો અનોખો સંદેશ રજૂ કરાયો

aapnugujarat

ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1