Aapnu Gujarat
ગુજરાત

કોરોના વિરૂધ્ધ રસીકરણ માટે અનેરી પહેલ

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,જિલ્‍લાના જે ગામમાં ૪પ વર્ષ ઉપરની વયના લોકોનું ૧૦૦ ટકા રસીકરણ થયેલ હશે તે ગામને રૂા.૧૦ લાખની ગ્રાન્‍ટ વિકાસના કામ માટે ફાળવવામાં આવશે.જન આરોગ્યની સતત ચિંતા કરતા જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.રાજેન્દ્ર પટેલ દ્વારા મતદારયાદી મુજબ જિલ્લાના તમામ ૧૮ વર્ષ ઉપરના તમામ પ્રજાજનો કોરોના વિરૂધ્ધના રસીકરણ કાર્યક્રમમાં રસી લઇ પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે તે ખુબ અગત્યનું છે. કોવિડ-૧૯ મહામારી અંર્તગત અગ્રતાક્રમે સાબરકાંઠા જિલ્‍લાના જે ગામમાં ૪પ વર્ષ ઉપરની વયના લોકોનું ૧૦૦ ટકા રસીકરણ થયેલ હશે તે ગામને રૂા.૧૦ લાખની ગ્રાન્‍ટ વિકાસના કામ માટે ફાળવવામાં આવશે તેમજ જે ગામમાં ૯પ ટકા રસીકરણ થયેલ હશે તે ગામને રૂા.પ લાખની ગ્રાન્‍ટ વિકાસના કામ માટે ફાળવવા માટે રાજયમાં અનોખી પહેલ કરેલ છે. કોરોના સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ પાસે રસીકરણ સિવાય કોઈ ઉપાય નથી. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયત કક્ષાએ વધુમાં વધુ નાગરિકો કોરોના વિરૂધ્ધની લડાઈમાં જોડાય તે માટે અનેરી પહેલ રૂપ યોજના અમલી બનાવવાનું નક્કી કરેલ છે.

Related posts

જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો આભાર માન્યો

aapnugujarat

ડ્રાઈવ ઈનથી માનવમંદિરની તરફનો રસ્તો બંધ થઇ ગયો

aapnugujarat

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી કન્યા કેળવણીમાં ૧૭ ટકાના  વધારાની સાથોસાથ ડ્રોપ આઉટ રેશીયો ૧ ટકાથી પણ નીચે પહોંચ્યો છે : વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણ તડવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1