Aapnu Gujarat
ગુજરાત

જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓનો આભાર માન્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપે આ વખતે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. ભાજપે ૧૫૦ કરતાં વધુ બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ઘણાં ચહેરાઓનો ભાજપે અખતરો કર્યો હતો. તેમાંના મોટાભાગના ચહેરા પર ભાજપનો દાવ ચાલી ગયો હતો અને જીતી ગયા હતા. ત્યાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ મતની લીડથી જીત્યા છે. આ વખતે ભૂપેન્દ્ર પટેલે પોતાના જ જૂના રેકોર્ડને ધ્વસ્ત કરી નાંખ્યો છે.
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વખતે ૧,૯૨,૨૬૩ મતની લીડથી જીત્યા છે. આ જીત બાદ ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા. જે બાદ તેઓ ભાજપ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે એક ટ્‌વીટ કર્યું હતું. જેમા તેમણે લખ્યું હતું કે, ઘાટલોડિયા મતવિસ્તારમાં મારી ઉપર અપાર સ્નેહ વરસાવી વિધાનસભા ચૂંટણીમાં વિજય અપાવવા બદલ સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો. હંમેશા લોકોની પડખે રહી જનહિતકારી કાર્યોની સરવાણી વહાવનાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા.

Related posts

વાકુલીના જંગલોમાં કાચબાનો વેપલો કરનારા ઝડપાયા

editor

जमालपुर में मकान धराशायी

aapnugujarat

જામકંડોરણામાં વીજળી પડતા યુવાનનું મોત

editor

Leave a Comment

URL