Aapnu Gujarat
ગુજરાત

ડ્રાઈવ ઈનથી માનવમંદિરની તરફનો રસ્તો બંધ થઇ ગયો

અમદાવાદ શહેરના નવા પશ્ચિમઝોનમાં આજે ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી દરમિયાન ક્રેઈન નમી પડતા ડ્રાઈવ ઈનથી માનવમંદિર તરફનો રસ્તો તંત્ર દ્વારા બંધ કરાવવાની ફરજ પડી હતી.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,અમદાવાદ શહેરના નવા પશ્ચિમઝોનમાં આવેલા થલતેજ થી ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી સમયે સાંજના સુમારે કામગીરી માટે ઉપયોગમાં લેવામા આવી રહેલી ક્રેઈન નમી પડી હોવાનુ ધ્યાન પડતા જ જો ક્રેઈન તૂટી પડે તો ગમ્ખવાર અક્સમાત સર્જાવાની ભીતીને પગલે મેટ્રો પ્રોજેકટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનુ ધ્યાન દોરવામા આવતા તાકીદની અસરથી જ્યાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે તેવા ડ્રાઈવ ઈનથી માનવમંદિર તરફનો માર્ગ બંધ કરીને વાહન વ્યવહાર બંધ કરાવવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી.આ અગાઉ પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી સમયે મેટ્રો પ્રોજેકટ દ્વારા ઉભા કરવામા આવેલો પીલર નમી પડવાની ઘટના બની હતી.
અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટ ઝડપથી પુરી કરવાની શાસકપક્ષને જ્યાં એક તરફ ઉતાવળ છે ત્યાં બીજી તરફ મેટ્રો પ્રોજેકટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે આ પ્રકારની ઘટનાઓ હવે વારંવાર બનવા પામી રહી છે જેનો ભોગ શહેરના નાગરિકોને બનવાનો વારો આવે છે છતાં પણ તંત્રના અધિકારીઓના પેટનુ પાણી પણ હાલતુ નથી.

Related posts

કચ્છ, દ્વારકા, અમરેલી, સાબરકાંઠામાં કમોસમી વરસાદ

aapnugujarat

नारोल में स्ट्रीट लाइट के करंट से परिवार के एक पुत्र की मौत

aapnugujarat

વિરાટ, રોહિત શર્માની નિંદા નહીં કરી શકું : અખ્તર

editor

Leave a Comment

UA-96247877-1