Aapnu Gujarat
ગુજરાત

અપ્રમાણિત જાહેર થયેલા ફુડ સેમ્પલોનો મામલો : ત્રણ માસમાં કુલ-૭૦ કેસમાં સજાના આદેશો કરાયા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા વિવિધ ફૂડ સેમ્પલ લઈ હેલ્થ લેબોરેટરીમા તપાસમા મોકલવામા આવ્યા બાદ અપ્રમાણિત જાહેર કરવામા આવેલા સેમ્પલોના કરવામા આવેલા કેસો પૈકી ત્રણ માસમાં કુલ ૭૦ કેસોમા સજાના હુકમો કરવામા આવ્યા છે આ સાથે જ કુલ રૂપિયા ૧.૮ કરોડ ઉપરાંતના દંડના હુકમ કરવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ સેમ્પલો લઈને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમા તપાસ માટે મોકલી આપવામા આવતા હોય છે.ફૂડસેફટી એકટ-૨૦૦૬ હેઠળ આ વર્ષે ૭ નવેમ્બર સુધીમા કુલ ૧૫૪૯ ફૂડ સેમ્પલ લઈ તેને લેબોરેટરીમા મોકલી આપવામા આવ્યા હતા આ પૈકી ૭૦ મિસબ્રાન્ડેડ, ૭૬ સબસ્ટાન્ડર્ડ અને પાંચ અનસેફ મળી કુલ ૧૫૧ નમુનાઓ અપ્રમાણિત જાહેર થવા પામ્યા છે.અપ્રમાણિત જાહેર કરવામા આવેલા પરિણામવાળા આરોપીઓ સામે મેટ્રોપોલીટન કોર્ટમાં ક્રિમીનલ કેસ દાખલ કરવામા આવતા આ દાખલ કરવામા આવેલા કેસો પૈકી મેટ્રો કોર્ટ નંબર-૮ના એડીશનલ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ એસ.એમ.કાનાબાર દ્વારા ત્રણ માસની અંદર કુલ ૭૦ કેસોમા સજાના હુકમો કર્યા છે.જે પૈકી જુલાઈ માસમાં પી.એફ.એફના ૩૩ અને એફએસએસએ હેઠળ ૭ મળીને કુલ ૪૦ કેસો, ઓગસ્ટમાં પીએફએફના ૧૧ અને એફએસએસએ હેઠળ ૫ મળીને કુલ ૧૬ કેસોમાં અને સપ્ટેમ્બર માસમાં પીએફએફના ૭ અને એફએસએસએ હેઠળના ૭ મળીને કુલ ૧૪ મળીને ૭૦ કેસોમા સજાના હુકમ કર્યા છે.આ સાથે જ જુલાઈ માસમાં પીએફએફ હેઠળના કેસોમાં કુલ મળીને રૂપિયા ૧૫,૪૦,૦૦૦ અને એફએસએસએ હેઠળના કેસોમાં કુલ રૂપિયા ૬,૩૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૨૧,૭૦,૦૦૦,ઓગસ્ટ માસમાં પીએફએફ હેઠળના કેસોમાં કુલ રૂપિયા ૧૦,૨૦,૦૦૦ તથા એફએફએસએ હેઠળના કેસોમા કુલ રૂપિયા ૬,૦૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૧૬,૨૦,૦૦૦ સહિત સપ્ટેમ્બર માસમા પીએફએફ હેઠળના કેસોમાં કુલ રૂપિયા ૬૦,૪૦,૦૦૦ તથા એફએફએસએ હેઠળના કેસોમાં કુલ રૂપિયા ૧૦,૨૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૭૦,૬૦,૦૦૦ મળીને ત્રણ માસની અંદર કુલ રૂપિયા ૧,૦૮,૫૦,૦૦૦ના દંડના હુકમો કરવામાં આવ્યા છે.

Related posts

अहमदाबाद के दक्षिण जोन में ६ वर्ष में ४.२८ करोड़ टेन्कर पीछे खर्च हुए

aapnugujarat

મેન્સ્ટુઅલ હાઈજીન ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાનું કરાશે સન્માન

aapnugujarat

તા.૨૧ મી એ ધાબા ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1