Aapnu Gujarat
ગુજરાત

વીવીપેટને લઇને લોકજાગૃતિ કેળવાય તે માટે ગુજરાહ હાઈકોર્ટમાં થઈ અરજી

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ઇવીએમની સાથે સૌપ્રથમવાર વીવીપેટનો ઉપયોગ થઇ રહ્યો હોઇ આ અંગે લોકજાગૃતિ માટે ચૂંટણીપંચને વારંવાર રજૂઆત છતાં જોઇએ તેવા અસરકારક પગલાં નહી લેવાતા આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણી હાઇકોર્ટે આવતીકાલ પર મુકરર કરી હતી. પીઆઇએલમાં એ મતલબનો મુદ્દો ઉઠાવાયો હતો કે, ગુજરાતમાં ૭૮ ટકા લોકો શિક્ષિત છે જો કે, તેમછતાં ઇલેક્ટ્રોનિક ગેઝેટની લીટરસી ખૂબ ઓછી છે ત્યારે લોકોમાં વીવીપેટ અંગેની જાગૃતિ લાવવી અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તા.૨૫મી ઓકટોબરના રોજ ગુજરાતમાં ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચે એ સ્પષ્ટ કર્યું છે કે, હવે પછીની તમામ ચૂંટણીમાં ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ થશે. જો કે, ચિંતાની વાત એ છે કે, હજુ સુધી ગુજરાતની જનતા ખાસ કરીને મતદારો વીવીપેટના ઉપયોગ કે તેની કામગીરી અંગે વાકેફ કે જાગૃત નથી. વીવીપેટના ઉપયોગ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકજાગૃતિ અથવા તો તેઓને સમજાવવા માટેના જોઇએ તેવા અસરકારક પ્રયાસો થયા નથી. ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે, રાજયની ૭૮ ટકા શિક્ષિત છે ત્યારે નાગરિકોને વીવીપેટની જાણકારી અને તેના ઉપયોગની માહિતી સરળતાથી સમજી શકાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. લોકોને ચૂંટણી પહેલાં મહત્તમ રીતે જાગૃત કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચને હાઇકોર્ટે જરૂરી આદેશો કરવા જોઇએ. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી હતી.

Related posts

ब्रान्डेड के नाम पर निम्न क्वॉलिटी का ओइल बेचने का घोटाला : १.७२ लाख रुपये का मालसामान जब्त

aapnugujarat

ડાંગમાં પરેશ ધાનાણીની અટકાયત

editor

સુરતમાં કોરોના બેકાબુ, ૧૮૦૦ બેડ, ૨૦૦ વેન્ટિલેટર મંગાયા

editor

Leave a Comment

UA-96247877-1