Aapnu Gujarat
ગુજરાત

રાજયભરમાં ચૂંટણી લઇ મતદાન જાગૃતિ અભિયાન : ૫૦ લાખથી વધારે પરિવારને મતદાન કરવા સંકલ્પ કરાવાશે

રાજયમા આગામી માસમાં બે તબકકામા વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન હાથ ધરવામા આવનાર છે.આ અગાઉ રાજય ચૂંટણીપંચ દ્વારા મતદારોને મતદાન કરવા જાગૃત કરવાના ભાગરૂપે ૫૦ લાખથી પણ વધુ પરિવારોને મતદાન અંગેનો સંકલ્પ લેવડાવાનો આરંભ કરવામા આવ્યો છે.આ સાથે જ રાજયના વિવિધ વિસ્તારોમાંથી બે લાખથી પણ વધુ પોસ્ટર્સ,બેનર્સ સહિત દિવાલો ઉપરના લખાણોને દુર કરવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,ચૂંટણીને અનુલક્ષીને લોકોમાં મતદાન કરવાની જાગૃતિ આવે એ હેતુથી સ્ટુડન્ટસની મદદ લેવામા આવી રહી છે જેમા વિવિધ શાળાઓમાં ભણતા બાળકો તેમના વાલીઓ પાસે મતદાન કરવા અંગેનો સંકલ્પ લેવડાવી રહ્યા છે. પંચ દ્વારા મહિલાઓ અને યુવા મતદારો મતદાન કરવા પ્રેરાય એ હેતુથી ફેસબુક,ટ્‌વીટર જેવા સોશીયલ મીડિયાના માધ્યમ દ્વારા વિવિધ પ્રયાસો શરૂ કરવામા આવ્યા છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા દ્વારા સ્ટેટ આઈકોન હોવાના નાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટ ખાતે રમાયેલી ટી-ટવેન્ટી મેચમાં ૪૦,૦૦૦ લોકોને મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.આ ઉપરાંત રાજયમાં ૩૩ જિલ્લાઓમાં અંદાજે ૭૫ લાખથી વધુ પરિવારોને ઈવીએમ અનેવીવીપેટ અંગેની જાણકારી આપતા પેમ્ફલેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.ચૂંટણીપંચ તરફથી સોશીયલ મીડીયામાં ફેસબુક અને ટ્‌વીટર ઉપર મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટે ગુજરાત વીલ વોટ નામનુ સ્લોગન વહેતુ કરવામા આવ્યું છે. ઉપરાંત યુવા મતદારોને આકર્ષિત કરવા વિવિધ પ્રકારની પોસ્ટ મુકવામા આવી રહી છે.તંત્રના આ પ્રયાસોને ૧૫ લાખ લોકોએ પસંદ કર્યુ છે.રાજયમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામા આવ્યો તે દિવસથી આજદિન સુધીમા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૩૩ જિલ્લાઓમાં ૭ નવેમ્બર સુધીમા જાહેર મિલકત પરથી ૧,૮૫,૯૮૭ અને ખાનગી મિલકત પરથી ૧૮,૪૪૯ એમ કુલ-૨,૦૪,૪૩૬ જેટલા પોસ્ટર્સ, બેનર્સ અને દિવાલ પરના લખાણો હટાવવામા-દૂર કરવામા આવ્યા છે.

Related posts

બોરબાર ગ્રામ પંચાયતના નવીન મકાનનું ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે લોકાર્પણ

editor

ભાજપનો લહેરાશે વિજયી પરચમ

editor

બાપુનગરની સીટ ઉપરથી કિન્નરની અપક્ષ ઉમેદવારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1