Aapnu Gujarat
ગુજરાત

મેન્સ્ટુઅલ હાઈજીન ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાનું કરાશે સન્માન

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સામાજિક બદલાવ માટે વિવિધ પહેલવૃતિ માટે જાણીતા છે, અગાઉ ૩ જેટલી પદયાત્રા થકી લોકોમાં જાગૃતિ ઉભી કરવામાં સફળ રહેલ છે. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા હસ્તકના ફાર્મા મંત્રાલય દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ૫૨૦૦ થી વધારે ‘જન ઔષધી કેન્દ્રો’ ખોલવામાં આવેલ છે. જેમાં દેશના કરોડો દર્દીઓને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળે છે.

આ યોજના હેઠળ દેશની મહિલાઓને ઉત્તમ ગુણવતાના સેનેટરી નેપકીન તદન નજીવી કિંમતે વેચવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ૧ વર્ષ પહેલા ‘સુવિધા’ સેનેટરી નેપકીન વેચવાનું ચાલુ કરાવેલ છે. ૪ સેનેટરી નેપકીનનું એક પેક માત્ર રૂ.૧૦માં વેચવામાં આવે છે. માત્ર એક વર્ષનાં સમયગાળા દરમિયાન ૧૦ કરોડ જેટલા પેડ વેચાઈ ગયેલ છે.

સુવિધા સેનેટરી નેપકીન અને પેકિંગમાં વપરાતું પ્લાસ્ટિક ‘ઓક્ઝો-બાયોડીગ્રેડેલ’ ટેકનોલોજી થી બનાવેલ છે, જે વપરાયા પછી બાયોડીગ્રેડ થઇ જાય છે. સુવિધા સેનેટરી નેપકીન દેશની પ્રથમ બ્રાંડ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ. પર્યાવરણની જાળવણી સાથે દેશની મહિલાઓને સસ્તા અને ઉત્તમ ગુણવતાના સેનેટરી નેપકીન મળે તે દિશામાં કરેલ પ્રદાન બદલ યુનિસેફ – ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવનાર છે.

યુનિસેફ દ્વારા આ વર્ષને ‘મેન ફોર મેન્સ્ટુએશન’ની થીમ હેઠળ ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે તા.૨૯-મે ૨૦૧૯ વર્લ્ડ મેન્સ્ટુઅલ ડે ના દિવસે અમદાવાદ ખાતે આ ક્ષેત્રે કરેલ પ્રદાન બદલ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવશે.

Related posts

બનાસકાંઠા ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

aapnugujarat

સરકાર પેટ્રોલ-ડીઝલ મામલે સતત ચિંતિત હતી, કોંગ્રેસનું કામ લોકોને ભરમાવવાનુંઃ જીતુ વાઘાણી

aapnugujarat

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1