Aapnu Gujarat
ગુજરાત

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા વિરુદ્ધમાં કોંગ્રેસ દ્વારા રેલી

તલોદથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,દેશ સહિત રાજ્યમાં લોકોને મોંઘવારી નો માર સહન કરવો પડ્યો છે.ગેસ અને પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે આ મુદ્દાને ધ્યાને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ઠેરઠેર દેખાવો યોજવામાં આવ્યા છે.તલોદ શહેર માં પણ કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ તલોદ શહેર કોંગ્રેસ દ્વારા સરકાર સામે પેટ્રોલ ડીઝલ તેમજ ગેસ ના વધતા જતા ભાવ અંગે પોતાનો રોષ દર્શાવ્યો છે.કોંગ્રેસ દ્વારા આ ભાવ વધારા અંગે મોટી સંખ્યામાં એકઠા થઇ રેલી નું આયોજન કર્યું હતું.કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે પ્રજા પર પડ્યા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે. આ મુદ્દે કોંગ્રેસ અબકી બાર પેટ્રોલ૧૦૦ કે પાર સૂત્ર સાથે આજે તલોદ શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ મહીનાથીપેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો કયો છે.જે આજે કોંગ્રેસ ના કાયૅકરો તલોદ ટાવર ચોકથી રેલી કાઢવામાં આવી હતી.રેલી ટાવર ચોકથી આગળ આવતા પોલીસે ૩૦જેટલા કોંગ્રેસ કાર્યકર્તા ઓની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.જેમા તાલુકા પ્રમુખ ભગવતસિંહ ઝાલા,NSUયુવા નેતા આશિષ ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા પ્રભાતસિંહ સોલંકી,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી,ડી.કે.ઝાલા,વકતુસિહ ઝાલા,સમીરસિંહ સોલંકી,જયેશ દરજી,કોંગ્રેસ ના કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

અમદાવાદ મ્યુનિ. કચેરી ૫૦% સ્ટાફ સાથે રોટેશન કરવા આદેશ

editor

અંકલેશ્વરથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધી સરાહનીય કામ કરતી વિરમગામ ટાઉન પોલીસ

aapnugujarat

સુરતમાંથી ડિગ્રી વગરના બે બોગસ તબીબ ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1