Aapnu Gujarat

Month : April 2023

રાષ્ટ્રીય

વીડિયો જોઈ રહેલી 8 વર્ષની બાળકીના ચહેરા પર મોબાઈલ ફાટ્યો, ગંભીર ઈજા થતા મોત

aapnugujarat
કેરલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ હૃદયદ્વાવક કિસ્સામાં મોબાઈલ ફાટતા એક 8 વર્ષીય બાળકીનું મોત થયુ છે. આ મામલો કેરલના ત્રિશૂર જિલ્લાનો છે. આદિત્યશ્રી નામની 8 વર્ષીય બાળકી મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી ત્યારે તે મોબાઈલ ફાટ્યો હતો. ચહેરા પર મોબાઈલ ફાટતા......
બિઝનેસ

રોકાણકારોનું ફોકસ હવે સિલ્વર તરફ

aapnugujarat
આગામી દિવસોમાં સોના કરતા પણ ચાંદીના ભાવમાં વધુ તગડો વધારો થશે તેવી આગાહી પછી રોકાણકારોનું ફોકસ સિલ્વર તરફ વળ્યું છે. એક અંદાજ પ્રમાણે ચાલુ વર્ષમાં ચાંદીનો ભાવ કિલો દીઠ 85,000થી 90,000 રૂપિયા સુધી જઈ શકે છે. તેના કારણે ઘણા ઈન્વેસ્ટરો શક્ય એટલી ચાંદી ખરીદવા માટે વિચારી રહ્યા છે. ઈન્વેસ્ટરો માટે......
ગુજરાત

અમદાવાદમાં રીક્ષાચાલકે ટુરિસ્ટ સાથે કરી છેતરપિંડી : હર્ષ સંઘવીએ માગી માફી

aapnugujarat
મોંઘવારીમાં દિવસને દિવસે અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાન્સ્પોર્ટેશનના ભાડામાં પણ વધારો થઈ રહ્યો છે. CNGના ભાવ 75 રૂપિયા આસપાસ થઈ ગયા છે, જેના કારણે રીક્ષાચાલકોએ ભાડામાં વધારો કરી દીધો છે. ત્યારે અમદાવાદમાં આવેલા એક ટુરિસ્ટને લોકલ......
ગુજરાત

અમદાવાદની એક હોટલમાંથી મળ્યો મિઝોરમની યુવતીનો મૃતદેહ

aapnugujarat
અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલી એક હોટલમાંથી સોમવારની સવારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ 24 વર્ષીય યુવતી મૂળ મિઝોરમની છે અને નવરંગપુરામાં આવેલા એક સ્પા સેન્ટરમાં તે કામ કરતી હતી, એવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે,......
રાષ્ટ્રીય

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

aapnugujarat
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ 95 વર્ષના હતા. તેમના દીકરા અને પાર્ટીના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે તેમના નિધનની પુષ્ટિ કરી છે. પ્રકાશ સિંહ બાદલ છેલ્લા ઘણા સમયથી મોહાલીની હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી......
રાષ્ટ્રીય

રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા.

aapnugujarat
ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)એ ફરી એકવખત વૈશ્વિક મંચ પર ભારતનું માન વધાર્યું છે. રતન ટાટાને ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ ફેરલ (Barry O’ Farrell)એ ટ્વિટર પર રતન ટાટાની સાથે તસવીર શેર કરતા તેની જાણકારી આપી છે. ટાટા સન્સ (Tata Sons)ના માનદ ચેરમેન......
રાષ્ટ્રીય

ISIની મદદથી જ અમૃતપાલે ઊભું કર્યું આતંકનું સામ્રાજ્ય

aapnugujarat
અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે મોગાના રોડે ગામના ગુરુદ્વારાથી ઝડપી પાડ્યો છે. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહ પર નેશનલ સિક્યોરિટી એક્ટની સાથે 6 અન્ય કેસ પણ દાખલ છે. જેમાં હત્યા, અપહરણ અને ગેરકાયદેસર વસુલી જેવા ગંભીર કેસોની ધારાઓ પણ લાગેલી છે. વળી ધરપકડ પછી અમૃતપાલ સિંહને અસમની ડિબ્રૂગઢ જેલ......
મનોરંજન

Arjun Kapoorને ખૂબ જ પસંદ છે Malaika Aroraના હાથની રસોઈ

aapnugujarat
મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) બી-ટાઉનના સ્વીટ કપલમાંથી એક છે. બંને હાલમાં જ જર્મનીના બર્લીનમાં રોમેન્ટિક વેકેશન એન્જોય કરીને આવ્યા છે અને આ દરમિયાનની તેમની તસવીરોએ ફેન્સને કપલ ગોલ્સ પણ આપ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ એક્ટ્રેસે એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું અને તે સમયે......
ગુજરાત

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat
ગુજરાત સરકારે સીમલેસ પેરિફેરલ રોડ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જે રાજ્યની તમામ સરહદો સાથે અન્ય રાજ્યો અને તેના દરિયાકિનારાને જોડશે. એટલે કે ગુજરાત રાજ્યની બોર્ડરની ફરતે રોડ ડેવલોપ કરવામાં આવશે. આ 3,533 કિમીનો પ્રોજેક્ટ છે, જે રાજ્યની સરહદો સાથેના રાષ્ટ્રીય અને આંતરરાજ્ય ધોરીમાર્ગો વચ્ચે ખૂટતા જોડાણોને પૂર્ણ કરશે.......
રાષ્ટ્રીય

યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી

aapnugujarat
લખનઉઃ UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી 112 પર કોઈએ આ ધમકી આપી છે. ઓપરેશન કમાન્ડર યુપી 112એ સોમવારે મોબાઈલ નંબરના આધારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. ઈન્સ્પેક્ટર સુશાંત ગોલ્ફ સિટી શૈલેન્દ્ર ગિરીએ જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી......
UA-96247877-1