Aapnu Gujarat
રાષ્ટ્રીય

ISIની મદદથી જ અમૃતપાલે ઊભું કર્યું આતંકનું સામ્રાજ્ય

અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે મોગાના રોડે ગામના ગુરુદ્વારાથી ઝડપી પાડ્યો છે. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહ પર નેશનલ સિક્યોરિટી એક્ટની સાથે 6 અન્ય કેસ પણ દાખલ છે. જેમાં હત્યા, અપહરણ અને ગેરકાયદેસર વસુલી જેવા ગંભીર કેસોની ધારાઓ પણ લાગેલી છે. વળી ધરપકડ પછી અમૃતપાલ સિંહને અસમની ડિબ્રૂગઢ જેલ લઈ જવાયો છે. સુરક્ષાના કારણોસર તેને પંજાબની જેલની આસપાસ નહીં રાખવામાં આવે. તેવામાં હવે પાકિસ્તાન સાથે અમૃતપાલ સિંહનું કનેક્શન સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પાકિસ્તાન સાથે અમૃતપાલના તાર જોડાયેલા
સૂત્રાના જણાવ્યા પ્રમાણે અમૃતપાલ સિંહનું પાકિસ્તાન સાથે કનેક્શન નીકળ્યું છે. તેને પોતાની પ્રો-ખાલિસ્તાની વિચારધારાને આગળ વધારવામાં પાકિસ્તાનથી સપોર્ટ મળતો હોવાની માહિતી મળી છે. એટલું જ નહીં દુબઈથી ભારત આવતા સમયે તેને ISI દ્વારા ખાસ તાલિમ અપાઈ હોવાની અટકળો પણ તેજ થઈ રહી છે. તે આતંકવાદીઓને આશરો આપતો હોવાની વાત સાથે ગેરકાયદેસર હથિયારની હેરાફેરી પણ કરતો હતો. આ તમામ કામોનું ફંડિગ પાકિસ્તાન તરફથી થતું હોવાનું સામે આવી રહ્યું છે.

અન્ય સમુદાયો અંગે ઉગ્ર ભાષણ
અમૃતપાલ સિંહ અવાર નવાર ઉગ્ર ભાષણ આપતા આવ્યા છે. તે અન્ય સમુદાયોને ઉલ્લેખી તેમના પર પ્રહારો કરતો આવ્યો છે. જેના કારણે પોલીસે પણ તેની સામે અનેક ગુના નોંધ્યા છે. વળી પોલીસને આશંકા છે કે તે સ્થાનિક જેલમાં હોત તો તેમના સમુદાયના લોકો તેને જેલમાંથી ફરાર થવામાં મદદ કરી શક્યા હોત. આ કારણોસર તેને આસામની જેલમાં કેદ કરાયો છે.

યુવાનોને ગેરમાર્ગે દોરી કાર્યો કરાવતો
અમૃતપાલ સિંહ હથિયારોની હેરાફેરી કરવાની સાથે યુવાનોને ગેરમાર્ગે દોરતો હતો. ગન કલ્ચરને પ્રોત્સાહન આપી તે યુવાનો પાસેથી અનેક કાર્યો કઢાવતો હતો. એટલું જ નહીં જાહેરમાં હથિયાર લઈને ફરવા પર પોલીસે રોક લગાવી હોવા છતાં તે આ નિયમનું ઉલ્લંઘન કરતો હતો. આ તમામ ગુનાઓના કારણે અમૃતપાલ સિંહ વિરૂદ્ધ નેશનલ સિક્યોરિટિ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Related posts

Around 1.4 lacs CCTV installation began in Delhi by AAP

aapnugujarat

દલિત-મુસ્લિમની હાલત ખરાબ, રાહુલે કૉંગ્રેસને મદદ કરવા કહ્યું

aapnugujarat

ઉત્તરાખંડના સીએમ તરીકે પુષ્કરસિંહ ધામીની પસંદગી

editor

Leave a Comment

UA-96247877-1