Aapnu Gujarat
રાષ્ટ્રીય

રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા.

ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)એ ફરી એકવખત વૈશ્વિક મંચ પર ભારતનું માન વધાર્યું છે. રતન ટાટાને ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ ફેરલ (Barry O’ Farrell)એ ટ્વિટર પર રતન ટાટાની સાથે તસવીર શેર કરતા તેની જાણકારી આપી છે. ટાટા સન્સ (Tata Sons)ના માનદ ચેરમેન રતન ટાટાને સર્વોચ્ચ સન્માન આપતા ઓસ્ટ્રેલિયાએ તેમને ઉદ્યોગ જગત અને પરોપકાર જગતના દિગ્ગજ જણાવ્યા છે. તેમણે સન્માન સ્વીકારતા રતન ટાટાની સાથે ફોટો શેર કર્યો છે. તસવીરોમાં રતન ટાટાની સાથે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ જોવા મળ્યા.
ઓસ્ટ્રેલિયાએ રતન ટાટાને બિઝનસ જગતમાં તેમના કામ અને તેમની પરોપાકરિતા માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કર્યા છે. રતન ટાટાએ માત્ર ભારતના જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયાના લોકો પર પણ છાપ છોડી છે. બિઝનેસ જગતમાં તેમના યોગદાને ઓસ્ટ્રેલિયા પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ ફેરેલએ તેમની વિશે ટ્વિટર પર લખ્યું કે, રતન ટાટા માત્ર ભારતના બિઝનેસ અને પરોપકારના દિગ્ગજ નથી, પરંતુ તેમણે પોતાના યોગદાનથી ઓસ્ટ્રેલિયા પર પણ મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે. તેમણે ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે લાંબા સમય સુધી કામ કર્યું છે. તેમણે રોકાયા વિના લાંબા સમય સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બિઝનેસ સંબંધોને મજબૂત કરવા માટે કામ કર્યું છે. તેમના મહત્વને રોલને જોતા ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા (AO) સન્માનથી સન્માનિત કરાયા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો અપલોડ થતા જ તે વાયરલ થઈ ગઈ. લોકો રતન ટાટાના વખાણ કરતા થાકી રહ્યા નથી.

રતન ટાટાએ માત્ર ટાટા જૂથને જ ઊંચાઈઓ પર નથી પહોંચાડ્યું, પરંતુ પરોપકાર અને દાનના મામલે પણ તેઓ દેશના અન્ય ઉદ્યોગપતિઓ કરતા ઘણા આગળ છે. રતન ટાટા થાક્યા વિના આ ઉંમરે પણ સતત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર રતન ટાટાને ભારત રત્ન આપવાની માગ ઉઠતી રહે છે.

Related posts

Chidambaram’s CBI custody extended till Sept 5

aapnugujarat

વિમાની સર્વિસથી યુપીના તમામ નાના શહેર જોડાશે : યુપી સરકાર દ્વારા તૈયારીઓ શરૂ

aapnugujarat

ભારત રશિયા પાસેથી ન્યૂક્લિયર સબમરીન લીઝ પર લેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1