Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત રશિયા પાસેથી ન્યૂક્લિયર સબમરીન લીઝ પર લેશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત મિત્ર દેશ રશિયા સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો કરવા જઈ રહ્યુ છે. ભારતે પોતાની નૌસેનાને મજબૂત બનાવવા રશિયા પાસેથી વધુ એક ન્યુક્લિયર સબમરીન લીઝ પર લેવાનુ નક્કી કર્યુ છે. આ માટે ભારત રશિયાને ૩ અબજ ડોલર ચુકવશે. આ સપ્તાહમાં આ ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે.
સબમરીનને ભારતની જરુરીયાત પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. જેમાં ભારતમાં જ બનેલી કોમ્યુનિકેશન ટેકનોલોજી અને સેન્સરને ફીટ કરવામાં આવી શકે છે.અકુલ ક્લાસની આ સબમરીનને ચક્ર-૩ નામ આપ્યુ છે. આ પહેલા આવી બે સબમરીન ભારતને રશિયા પાસેથી લીઝ પર અગાઉ મળી ચુકી છે. ગયા વર્ષે એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ માટે પણ રુસ સાથે ૫.૫ અબજ ડોલરનો સોદો થઈ ચુકયો છે.
નવી સબમરીન ડીલ એ પછીની સૌથી મોટી ડીલ હશે. દુનિયામાં દુશ્મનની નજરોથી સંતાઈને પ્રહાર કરવાની ક્ષમતાના મામલામાં રશિયાની અકુલા ક્લાસ સબમરીન કરતા આગળ માત્ર અમેરિકન સબમરીન્સ જ છે. સરકારના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ૭ માર્ચે આ માટે બંને દેશ વચ્ચે કરાર થઈ શકે છે. ૨૦૨૫ સુધીમાં સબમરીન રશિયન શિપયાર્ડમાં તૈયાર થઈ જશે.
હાલમાં ભારત પાસે રશિયા પાસેથી લીઝ પર લીધેલી ચક્ર-૨ નામની ન્યુક્લિયર સબમરીન છે.જેની મુદત ૨૦૨૨માં પુરી થઈ રહી છે. જે પાંચ વર્ષ વધારી શકાય છે. બીજી તરફ ચક્ર-૩ ૧૦ વર્ષ ભારતીય નૌકાદળની સેવામાં રહેશે.ચક્ર-૩ પરંપરાગત હથિયારોથી સજ્જ હશે. આ સબમરીનના કારણે ભારતીય નૌકાદળની ક્ષમતામાં અનેકગણો વધારો થશે. કારણકે ન્યુક્લીયર સબમરીન મહિનાઓ સુધી પાણીમાં રહી શકે છે. જેનો પતો લગાવવા દુશ્મન માટે બહુ મુશ્કેલ હોય છે.
ચક્ર-૩ નામથી મળનારી આ સબમરીન હાલમાં નિષ્ક્રિય થઈને પડેલી છે. જોકે ભારત માટે તેને નવેસરથી સજ્જ કરાશે. જેમાં ભારતની જરુરિયાત પ્રમાણે ભારતીય કોમ્યુનિકેશન સિસ્ટમ લગાવાશે. આ સીવાય પણ બીજા ફેરફાર કરાશે. આ પ્રોજેક્ટના કારણે ભારતના એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકોને ન્યુક્લિયર સબમરીન ટેકનોલોજીનો વિશેષ અનુભવ મળશે. જે ભારતના પોતાના ન્યુક્લીયર સબમરીન પ્રોજેક્ટમાં મદદરુપ થશે.

Related posts

૨૦૨૪ની ચૂંટણીમાં ગડબડ કરી શકે છે ચીન : કૈલાશ વિજયવર્ગીય

editor

पीएम मोदी के जंगलराज बयान पर तेजस्वी का तंज : बिहार की बेरोज़गारी, भूखमरी पर बोलना चाहिए

editor

દલિતપ્રેમની રાજનીતિ ? : આરજેડી નેતા તેજસ્વી યાદવનો રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1