Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોબર્ટ વાડ્રાની મની લોન્ડ્રિંગના કેસમાં ૮ માર્ચે પૂછપરછ કરાશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની મની લોન્ડ્રિંગ કેસ મામલે આઠમી માર્ચે ફરીવાર પૂછપરછ કરવામાં આવશે. વાડ્રા પર લંડનમાં બેનામી સંપત્તિ ખરીદવાનો અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ પહેલા દિલ્હીમાં મની લોન્ડ્રિંગ અને જયપુરમાં બિકાનેર જમીન વિવાદ મામલે ઈડી વાડ્રા પૂછપરછ કરવામાં આવી હતી. રોબર્ટ વાડ્રાની વિરૂદ્ધ ચાલી રહેલો કેસ લંડનના ૧૨ બ્રાયંસ્ટન સ્કવેર પર સ્થિત એક સંપત્તિની ખરીદીમાં મની લોન્ડ્રિંગના આરોપો સાથે સંકળાયેલો છે.
આ પ્રોપર્ટી ૧૯ લાખ પાઉન્ડમાં ખરીદવામાં આવી હતી. અને તેનો માલિકી હક રોબર્ટ વાડ્રા પાસે છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે ભાગેડુ વેપારી અને આર્મ્સ ડીલર્સ સંજય ભંડારીની વિરૂદ્ધ આઇટી વિભાગ કાળાનાણાં અધિનિયમ અને કર કાયદા હેઠળ તપાસ કરી રહ્યો છે. આ દરમિયાન મનોજ અરોરાની ભૂમિકા પણ સામે આવી. જેના આધારે મની લોન્ડ્રિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

Related posts

વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી

aapnugujarat

छत्तीसगढ़ : बंगाल की खाड़ी में बन रहा है मजबूत सिस्टम, बारिश की संभावना

aapnugujarat

કૈલાશ માનસરોવર જતાં શ્રદ્ધાળુ વરસાદમાં અટવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1