Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં કુંભ મેળા ૨૦૧૯એ પોતાનું નામ નોંધાવ્યું

એક સ્થાન પર સૌથી વધારે ભીડ એકઠી કરવા, સૌથી મોટા સ્વચ્છતા અભિયાન અને સાર્વજનિક સ્થળ પર સૌથી મોટા ચિત્રકળા કાર્યક્રમના આયોજન સાથે પ્રયાગરાજ કુંભ મેળા ૨૦૧૯એ પોતાનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરી દીધું છે. આ અંગે સરકારે રવિવારના રોજ જાણકારી આપી હતી. સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, ‘આ માટે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડની ત્રણ સભ્યોની ટીમ કુંભ મેળામાં આવી હતી. તેમની હાજરીમાં ૨૮ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી યોજાયેલ ચિત્રકળા કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
સંસ્કૃતિ મંત્રાલયના નિવેદન અનુસાર, ‘૨૮ ફેબ્રુઆરીના રોજ લગભગ ૫૦૩ શટલ બસો આ લોકોને લેવા માટે રાજમાર્ગ પર ફરતી રહી. ૧ માર્ચના રોજ આ કાર્યક્રમમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો અને કુંભની સાફ-સફાઈ માટે ૧૦,૦૦૦ કર્મચારીઓએ યોગદાન આપ્યું હુતું. આ દરમિયાન દરેક વ્યક્તિએ સાથો-સાથ પોતાની ફરજ પણ નિભાવી.’સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું છે કે, શાહી સ્નાનોમાં ૨૨ કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ સંગમમાં ડુબકી લગાવી હતી.

Related posts

સેનામાં હનીટ્રેપનો સકંજો, જાસૂસીની આશંકા હેઠળ લે.કર્નલ અરેસ્ટ

aapnugujarat

ચેનલની પસંદગી માટે ટ્રાઇ દ્વારા મહેતલ અપાઈ

aapnugujarat

કપિલ સિબ્બલનો ડબલ ચહેરોઃ અનિલ અંબાણીનો વિરોધ અને કોર્ટમાં કેસ પણ લડે છે..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1