Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કપિલ સિબ્બલનો ડબલ ચહેરોઃ અનિલ અંબાણીનો વિરોધ અને કોર્ટમાં કેસ પણ લડે છે..!!

કોંગ્રેસ એક તરફ રાફેલ ડીલને લઈને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર આકરા પ્રહારો કરી રહી છે. તો બીજી તરફ એરિક્સન ઈન્ડિયા દ્વારા રિલાયંસ કોમ્યુનિકેશન લિમિટેડ (આરકોમ) વિરૂદ્ધ કરવામાં આવેલા કેસમાં કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અંબાણીના વકીલ છે. માટે કપિલ સિબ્બલની ચારેકોર ભારે ટીકા થઈ રહી છે.
ભાજપે પણ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના અનિલ અંબાણી જૂથ સાથે ‘નજીકના સંબંધો’ છે. કોંગ્રેસ પાર્ટીના જ વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ દ્વારા અનેક કેસમાં ઉદ્યોગપતિના જુથનો ‘પક્ષ લેવો’ એ જ કોંગ્રેસનો બેવડો ચહેરો ખુલ્લો પાડે છે.
એરિક્સન ઈન્ડિયા દ્વારા રિલાયંસ કોમ્યુનિકેશન લિમિટેડ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણી તથા અન્ય કેટલાક વિરૂદ્ધ અવમાનનાનો કેસ દાખલ કર્યો છે. એરિક્સન ઈન્ડિયાએ આ કેસ ૫૫૦ કરોડ રૂપિયાની ચૂકવણી ના કરવામાં આવતા દાખલ કર્યો છે. અનિલ અંબાણી તરફથી આ કેસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ લડી રહ્યાં છે. તો બીજી બાજુ ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવી રહેલા રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં અનિલ અંબાણીની રિલાયંસ કંપની પર કોંગ્રેસ મોટા ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહી છે. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે રાફેલ ડીલમાં અનિલ અંબાણીને મોદી સરકાર તરફથી લાભ કરાવવામાં આવ્યો છે. ખુદ કપિલ સિબ્બલ જ અનેકવાર આ મામલે અનિલ અંબાણી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી ચુક્યા છે.
આમ એક તરફ કોંગ્રેસ અને કપિલ સિબ્બલ લગભગ દરરોજ અનિલ અંબાણી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યાં છે. તો બીજી બાજુ અનિલ અંબાણીનો કેસ પણ કપિલ સિબ્બલ જ લડી રહ્યાં છે. આમ સિબ્બલના બેવડા ધોરણોની દેશભરમાં ભારે ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં પણ કપિલ સિબ્બલ પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે.

Related posts

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાના રથ ઉપર સવાર

aapnugujarat

असम में गृहमंत्री अमित शाह ने विभिन्न विकास परियोजनाओं की रखी आधारशिला

editor

सीएए और आर्टिकल 370 के फैसले पर कायम रहेंगे : मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1