Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાના રથ ઉપર સવાર

લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગેલા છે. ચૂંટણી જીતવા માટે તમામ મોટા પક્ષો અને ગઠબંધન પોત પોતાના રથ પર સવાર થઇ ગયા છે. જો કે મુખ્ય મુદ્દાઓ પર હજુ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. ઉત્તરપ્રદેશ સહિત દેશના તમામ રાજ્યોમાં એકબાજુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ રાષ્ટ્રવાદના મુદ્દા પર ચૂંટણી જીતવા માટે તૈયાર છે. જ્યારે બીજી બાજુ રાષ્ટ્રવાદનો મુકાબલો કરવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ દ્વારા ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. આ વખતની ચૂંટણી જોરદાર રહેવાની શક્યતા છે. હજુ સુધી કરવામાં આવી રહેલા સર્વેમાં કોઇ પાર્ટીને બહુમતિ મળી રહી નથી. જો કે એનડીએ સરકાર બનાવવાની સ્થિતીમાં દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ સહિત દેશના તમામ રાજ્યોમાં પ્રચારમાં તમામ મુદ્દા ઉઠાવી રહી છે. ભાજપને હાલમાં સ્થાનિક સમસ્યાઓની ચિંતા નથી. સર્જિકલ સ્ટ્રાઇક અને પાકિસ્તાન સામે કાર્યવાહીના મુદ્દાને ભાજપના લોકો જોરદાર રીતે ચગાવી રહ્યા છે. વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનના મુદ્દાને ખુબ જોરદાર રીતે રજૂ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિના એક બેંક ખાતા, વીજવી કનેક્શન, ગેસ કનેક્શનજેવા મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપના ભાષણમાં તો રામ મંદિર સહિતના મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગરીબી પર ભાર મુકી રહી છથે. રાહુલે ગરીબી હટાવોનો નારો આપ્યો છે. રાહુલ ગાંધી ૨૨ લાખ લોકોને છ મહિનાની અંદર રોજગારી આપવાની વાત કરી રહ્યા છે. તે પહેલા તમામના બેંક ખાતામાં ૭૨ હજાર રૂપિયા ઉમેરી દેવાની વાત કરી રહ્યા છે. તેઓ પાકના યોગ્ય ભાવ આપવાની વાત કરી રહ્યા છે. ઉદ્યોગોને વેગ આપવાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ કેટલાક દશકો બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સાથે છે. જો કે બંને પાર્ટી દ્વારા હજુ સુધી કોઇ સંયુક્ત ચૂંટણી મુદ્દો આપી શકી નથી. ગઠબંધન દ્વારા હજુ સુધી યોગ્ય રીતે પ્રચાર પણ શરૂ કરવામાં ન આવતા ચર્ચા જોવા મળી રહી છે. છતાં તેમના નેતા ઓબીસી, એસસી એને એસટીને નોકરી આપવાના વચન આપી રહ્યા છે. ખેડુતોને તેમની પેદાશના યોગ્ય ભાવ આપવાની વાત કરવામાં આવી રહી છે. સ્થાનિક પાર્ટીઓ હોવા છતાં સ્થાનિક મુદ્દાઓ ગાયબ દેખાઇ રહ્યા છે. રાજકીય પક્ષો કોઇ પણ કિંમતે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. આના માટેની તમામ રણનિતી અપનાવવામાં આવી છે. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. ભારતીય જનતા પાર્ટીએ રાજયમાં લગભગ તમામ સીટો જીતી લીધી હતી. જો કે આ વખતે મહાગઠબંધન બની ગયા બાદ તેની સામે પણ પડકારની સ્થિતી છે. કારણ કે હાલમાં મહાગઠબંધન કરીને ચૂંટણી લડવામાં આવ્યા બાદ આ લોકોને સફળતા મળી છે. પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હોવા છતાં તેની હાર થઇ હતી. જો કે આ લોકસભા ચૂંટણી છે જેથી મુદ્દા પર મુખ્ય રીતે નેશનલ લેવલ છે. મોદી મુખ્ય ચહેરા તરીકે છે.

Related posts

“I don’t know how long K’taka govt will survive. It depends on Congress decision”: Deve Gowda

aapnugujarat

બિનજરૂરી મેડિકલ તપાસ અપરાધીક કૃત્ય ગણાશે : સુપ્રીમ

aapnugujarat

पीएम मोदी और शेख हसीना ने भारत-बांग्लादेश के बीच 55 सालों बाद रेल लिंक का किया उद्घाटन

editor

Leave a Comment

UA-96247877-1