Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈમાનદાર કરદાતાઓને ફોર્મ દાખલ કરતની સાથે જ ૨૪ કલાકમાં રિફંડ મળી જશે

આવકવેરા વિભાગ આવનારા દિવસોમાં ઈમાનદાર અને સમયસર ટેક્સ ચૂકવનારા કરદાતાઓને પહેલાંથી ભરેલા આવકવેરા રિટર્નનું ફોર્મ પૂરું પાડશે. આ ફોર્મને ઓનલાઈન દાખલ કરતાની સાથે જ આગલા દિવસે રિફંડ મળી જશે. આવા કરદાતાઓને આવકવેરા વિભાગ દ્વારા વેરિફાઈડ કરદાતાઓની યાદીમાં રાખવામાં આવશે.
આ માટે ઈન્ફોસિસ આવકવેરા વિભાગના સેન્ટ્રલાઈઝડ પ્રોસેસિંગ સેન્ટરનું નવું વર્ઝન ૨.૦ તૈયાર કરી રહી છે. તેમાં તમામ કરદાતાઓની પ્રોફાઈલ હશે. પ્રોફાઈલમાં વ્યક્તિ સાથે જોડાયેલી આવક અને ખર્ચની તમામ જાણકારીઓ હશે. બેદાગ છબિ ધરાવતાં આવા લોકોની આવકવેરા વિભાગ નવી સુવિધાનો ફાયદો આપવાની તૈયારીમાં છે અને આ જ લોકોને પહેલાંથી ભરેલું ફોર્મ આપવામાં આવશે. સાથોસાથ આ લોકોને વેરિફાઈડ થઈ ગયાનું સટિર્ફિકેટ પણ આપવામાં આવશે.
આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમની પાસે તમામ પ્રકારના આંકડા પહેલાંથી જ હોય છે. આ આંકડાઓના આધાર પર લોકોની પ્રોફાઈલિંગ અને ગ્રેડિષ્ગ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા મુજબ પ્રોફાઈલિંગ કરતી વેળાએ ઈમાનદાર અને સમય પર ટેક્સ જમા કરાવનારા કરદાતાઓનું ખાતું વેરિફાઈડના ગ્રેડમાં રાખવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં જ પ્રત્યક્ષ કરસંહિતા પણ લાવી રહી છે જેના દ્વારા આવકવેરા પ્રણાલીને સરળ બનાવવામાં આવશે.

Related posts

દિલ્હીનો બોસ મુખ્યમંત્રી : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

લેખાનુદાન બદલે વચગાળાનું બજેટ રહેશે : જેટલી

aapnugujarat

अपना दल ने की मांग बुंदेलखंड के किसानों का कर्ज माफ करे सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1