Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૮૦ વર્ષની મહિલાએ ભાડુઆતની હત્યા કરી અંગો કાપી ફ્રિઝમાં મૂક્યા..!!

રૂસમાં ૮૦ વર્ષની એક મહિલાની પોતાના પુરુષ ભાડુઆતને જાનથી મારી નાંખવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. મહિલાની ધરપકડ ત્યારે થઇ જ્યારે બાળકોને તેમના પુરુષ ભાડુઆતના ગાયબ થયેલા શરીરના ટુકડા મળ્યા. બેજેરજોવસ્ક શહેરમાં બનેલી આ ઘટનામાં બીજા બે લોકોની પણ આ કેસ અંતર્ગત પૂછપરચ્છ થઇ રહી છે.
એક જજે આ મહિલાને એક હત્યાની તપાસના કેસમાં બે મહિના સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. ત્યાંના સ્થાનીક મીડિયા રિપોટ્‌ર્સમાં કહેવાયું છે કે પુરુષ ભાડુઆતના શરીરના આંતરડા સહિતના અંગો મહિલાના ફ્રીઝમાંથી મળ્યા. મળતી માહિતી પ્રમાણે મહિલાએ ૫૨ વર્ષના સફાઇકર્મીની હત્યાના આરોપને નકારી દીધા છે.
આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે પોતાના એપાર્ટમેન્ટ બ્લોકની પાસે પાર્કમાં રમી રહેલા બાળકોને વ્યક્તિના ટુકડા કરેલા હાથ મળ્યા. ત્યારબાદ પોલીસે કેટલીય પ્લાસ્ટિક બેગોમાં શરીરના બીજા ભાગોને શોધી કાઢ્યા જેમણે રખડતા કૂતરાઓ દ્વારા ઘસેડી ત્યાં સુધી લાવ્યા હતા. કૂતરાને લોહીની ગંધ આવવા લાગી અને તેમણે આખા એરિયામાં શરીરના ભાગોને વિખેરી દીધા. પોલીસ સૂત્રોના મતે મહિલાના ફ્લેટમાં લોહીના નિશાન પણ મળ્યા છે.

Related posts

Any use of force by US against Iran would lead to disaster : Putin

aapnugujarat

બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચારઃ ૧ કરોડ લોકો સંકટમાં

editor

રશિયાએ ૨૦૦ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો

editor

Leave a Comment

UA-96247877-1