Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

લેખાનુદાન બદલે વચગાળાનું બજેટ રહેશે : જેટલી

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંકેત આપ્યો છે કે, પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર વચગાળાના બજેટ લેખાનુદાન રહેશે તે બાબત જરૂરી નથી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વ્યવસ્થાની સામે રહેલા પડકારોને પહોંચી વળવા માટે ચૂંટણી વર્ષની પરમ્પરાને ભુલી જઈને કેટલીક નવી વ્યવસ્થા અપનાવી શકે છે. એક ટીવી ચેનલ દ્વારા આયોજિત એવોર્ડ કાર્યક્રમ દરમિયાન વિડિયો લિંક મારફતે તેમનું સંબોધન એવા સમયે આવ્યું છે જ્યારે આરોગ્યને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આરોગ્યના કારણોસર અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરી શકશે નહીં તેવી માંગ ઉઠી રહી છે. નાણામંત્રી મેડિકલ ચેકઅપના ભાગરુપે હાલમાં ન્યુયોર્ક પહોંચ્યા છે. ચર્ચા દરમિયાન જેટલીએ એવી અફવાઓને ફગાવી દીધી હતી કે, તેઓ વચગાળાનું બજેટ રજૂ કરવાની સ્થિતિમાં નથી. રાષ્ટ્રહિત અને પરંપરાની બાબત રજૂ કરતા તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર સમક્ષ કેટલાક પડકારો રહેલા છે. મહત્વપૂર્ણ કૃષિ પેદાશોની કિંમતોમાં ધીમી વૃદ્ધિની તરફ પણ ઇશારો કર્યો હતો. કૃષિ ક્ષેત્રના સંદર્ભમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે, સરકાર આ ક્ષેત્ર માટે કેટલાક ઉપાયોની ઘોષણા કરવાનું દબાણ રહેશે. કૃષિ ક્ષેત્રમાં દેશની વસતી પૈકી અડધી વસતી રહેલી છે પરંતુ જીડીપીમાં તેની હિસ્સેદારી પાંચમાં હિસ્સાથી પણ ઓછી છે. લોકસભા ચૂંટણીને લઇને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બજેટમાં સરકાર મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતોની જાહેરાત કરી શકે છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, નાણાંકીય ગણતરી ફળદાયી સાબિત થાય છે. મોંઘવારી ઘટાડો થવાના પરિણામ સ્વરુપે મુખ્ય વ્યાજદરમાં કાપની શક્યતા અંગે જેટલીએ ક્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકને કોઇપણ ટિકા ટિપ્પણી કર્યા વગર પોલિસી રેટમાં ઘટાડો કરવાની જરૂર છે. અમારા ત્યાં દુનિયામાં સૌથી વધુ મુખ્ય વ્યાજદરો હોઈ શકે નહીં.

Related posts

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ભાજપે સંકલ્પપત્ર જારી કર્યો

aapnugujarat

देश में 16 करोड़ लोग शराब पीते हैं जबकि करीब 6 करोड़ लोगों को लगी लत : सरकार

aapnugujarat

મ.પ્ર.-રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે જોડાણ ન કરવા માયાની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1