Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાક.ની નાપાક હરકતો જારી : અંકુશ રેખા ઉપર ફાયરિંગ

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાનની નાપાક હરકત સરહદ પર જારી રહી છે. પાકિસ્તાને અંકુશ રેખા પર અવિરત ગોળીબાર કર્યો છે જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. કેટલાક લોકો તો સુરક્ષિત સ્થળે પલાયન કરી ગયા છે. સાથે સાથે સ્કુલોને પણ બંધ રાખવામાં આવી રહી છે. પાકિસ્તાને આજે પણ સવારે અખનુર અને પુચ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો જેનો યોગ્ય જવાબ ભારતીય જવાનોએ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા લેફ્ટી. કર્નલ દેવેન્દર આનંદે કહ્યુ છે કે ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો. આ ગોળીબાર સવારમાં ૬-૩૦ વાગે રોકાય ગયો હતો. પુચ સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ કોઇ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. અખનુરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા. સુત્રોએ કહ્યુ છે કર પુંચ અને રાવલકોટ વચ્ચે બસ સર્વિસ ફરીથી બંધ કરી દેવામાં આવી છે. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનમાં ઘુસીને ભારતે ત્રાસવાદી અડ્ડાઓ પર જોરદાર બોંબ ઝીંકયા બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પર ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન સરહદ પર ગોળીબાર જારી રાખીને ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરે છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં અંકુશ રેખા ખાતે અગ્રીમ ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગઇકાલે પણ જોરદાર ગોળીબાર કર્યો હતો. વહેલી પરોઢે ગોળીબારની શરૂઆત કરવામાં આવ્યા બાદ સવાર સુધી ગોળીબાર જારી રહ્યો હતો. સંરક્ષણ પ્રવકતાએ કહ્યુ હતુ કે મોર્ટાર શેલ અને નાના હથિયારો મારફતે પાકિસ્તાની સેનાએ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. પ્રવકતાએ કહ્યુ છે કે ભારતીય સેનાએ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના પક્ષને કોઇ નુકસાન થયુ નથી. શનિવારના દિવસે રાજૌરી જિલ્લામાં નૌશેરા ખાતે સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યા સિવાય શુક્રવારના દિવસે ગોળીબાર કરવામાં આવ્યો ન હતો. સરહદ પર ગોળીબારમાં ઘટાડો થતા સરહદે રહેતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને પુંચ અને રાજૌરી જિલ્લામાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થઇ છે. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૫૫ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. જેમાં ચાર નાગરિકોના મોત થયા છે. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તંગદીલી પ્રવર્તી રહી છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીરૂપે ખેબરપખ્તુનખ્વા વિસ્તારમાં બાલાકોટ ખાતે જેશના ત્રાસવાદી કેમ્પ પર હુમલા કર્યા હતા. જેમાં સેંકડો ત્રાસવાદીઓના મોત થયા હતા. ત્યારબાદથી પાકિસ્તાને સરહદ પર ગોળીબાર જારી રાખ્યો હતો.સંરક્ષણ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં અંકુશ રેખા પર યુદ્ધવિરામના ભંગના ૧૫૯૯ કેસો નોંધાયા હતા. જેમાં ૨૦ જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાની સેનાના જવાનોએ અંકુશ રેખા પર અગ્રીમ ચોકીઓ પર બે જગ્યાએ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા હાલમાં સતત ગોળીબાર કરવામાં આવે છે જેના કારણે તંગદીલી ફેલાયેલી છે. ક્રોસ બોર્ડર ફાયરિંગના કારણે લોકોમાં વ્યાપક દહેશત છે.

Related posts

नीति आयोग ने बेचने के लिए बनाई ५० सरकारी संपत्तियों की लिस्ट

aapnugujarat

डीजल और पेट्रोल के वाहनों पर प्रतिबंध लगाने की योजना नहीं : धर्मेंद्र प्रधान

aapnugujarat

૨૦૧૮ના અંત સુધી બે કરોડ ગરીબોને ઘર બનાવી અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1